તિરુપતિ ના ઇસ્કોન મંદિર ને બોમ્બથી ઉડાડવાની ધમકી ,
ઈ મેઈલ દ્રારા રૂ.46.24 લાખની માંગણી કરવામા આવી છે
આંધ્રપ્રદેશમાં તિરુપતિ ખાતે અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવ્યા પછી હવે ઇસ્કોન મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે.
અધિકારીઓ મુજબ પોલીસે મંદિરની સુરક્ષા વધારી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ૨૭મી ઓક્ટોબરે મોડી રાત્રે ધમકીનો ઇ-મેઇલ મળ્યો હતો.
તેમા કહેવામાં આવ્યું હતું કે ઇસ્કોન મંદિરમાં બોમ્બ છે.
આંધ્રપ્રદેશ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં તિરુપતિ શહેરમાં લગભગ અડધો ડઝન હોટેલોમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની ધમકી મળી હતી.
ધમકી મળ્યા પછી પોલીસ બોમ્બ વિરોધી સ્કવોડ સાથે ઇસ્કોન મંદિર પહોંચી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતું.
જો કે સંકુલમાં કોઈપણ પ્રકારનો વિસ્ફોટક કે શંકાસ્પદ સામાન પકડાયો નથી.
આ ઉપરાંત સોમવારે કુલ ૬૦ ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.
છેલ્લા ૧૫ દિવસમાં ભારતીય વિમાની કંપનીઓની ૪૧૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
આ ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. તેમા એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ૨૧-૨૧ ફ્લાઇટ્સ હતી અને વિસ્તારાની ૨૦ ફ્લાઇટ્સ હતી.
તિરુપતિના પોલીસ વડા એલ સુબ્બારાવ નાયડુએ જણાવ્યું હતું કે અમને જ્યારે ફરિયાદો મળી ત્યારે અમે તરત કાર્યવાહી કરી.
અમારી ટીમે તલસ્પર્શી તપાસ કરી. પણ આ ધમકીઓ નકલી નીકળી. અમે આ કેસો નોંધી રહ્યા છીઅ અને તેની તપાસ કરી રહ્યા છીએ.
જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાઇબર અપરાધ શાખાની મદદથી આ અપરાધોની ચકાસણી કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે ધમકી આપનારાઓની ઓળખ ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
આ જ રીતે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં ઓછામાં ઓછી દસ મોટી હોટેલોને રવિવારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
અજાણ્યા લોકોએ ઇ-મેઇલ દ્વારા ધમકી આપી છે કે જો ૫૫ હજાર ડોલર કે ૪૬.૨૪ લાખ રુપિયા નહીં આપ્યા તો હોટેલોને વિસ્ફટ કરીને ઉડાવી દેવાશે.
તમારી હોટેલના સંકુલમાં કાળી બેગમાં બોમ્બ છૂપાવવામાં આવ્યો છે. મને ૫૫ હજાર ડોલર જોઈએ, નહીં તો વિસ્ફોટ કરીશું.
બોમ્બને નિષ્ક્રીય કરવાનો કોઈપણ પ્રયાસ સફળ નહીં થાય.
READ MORE :
The Tata Group : સાવકા ભાઈ નોએલ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન,રતન ટાટાના ઉત્તરાધિકારી
Silver Rate in Ahmedabad : અમદાવાદમાં ચાંદીએ ત્રણ દિવસમાં રૂ.7500નો વિક્રમજનક ઉછાળો નોંધાવ્યો
ઈસ્કોન મંદિરને બોમ્બ ફેકવાની ધમકી મળી હતી.
ઈસ્કોન મંદિરના સ્ટાફને 27 ઓક્ટોબરે એક ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે
પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે.
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.
આ પછી પોલીસે ધમકીને નકલી ગણાવી હતી. હવે જે ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો
તેને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
READ MORE :
હવામાન Update : ઉત્તર ગુજરાત માં 50 કિમી ની ઝડપે પવન ફુંકાવવાની અને વરસાદની આગાહી
જર્મની જઈને કામ કરવાની મોટી તક ભારતીયો માટે! વાર્ષિક 90 હજાર લોકોને રોજગારીની મળશે !