ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સફળતા
મધ્ય પૂર્વના દેશો યુધ્ધો અને ગૃહયુધ્ધોનો લાંબો ઈતિહાસ ધરાવે છે.
એ લિસ્ટમા તાજુ સ્થાન મેળવ્યુ છે ઇઝરાયલ હમાસ યુધ્ધે જે ઓક્ટોબર 2023મા શરુ થતુ હતુ અને હવે અન્ય દેશોમા પણ ફેલાવા લાગ્યુ છે.
શનિવારે ઇઝરાયલ પર મિસાઈલ હુમલો કરિને ઇરાન પણ આ યુધ્ધમા કૂદી પડ્યુ છે.
અમેરિકાએ ઇરાનને ગંભીર ચેતવણી આપતા આ જંગમા અમેરિકી મોરચો ખુલવાના ભણકારા પણ વાગવા લાગ્યા છે.
આ લડાઈમા અમેરિકાએ ઝુકાવ્યુ તો બીજા દેશો પણ પણ વહેલા મોડા એમા કુદવાના જ છે. ચાલો જાણીએ કે એલાન એ જંગની આ સ્થિતિમા મધ્ય પૂર્વના અન્ય દેશો તથા વિશ્વના બીજા દેશો કોના પક્ષે છે.
ઇઝરાયેલ બહુમુખી યુદ્ધ લડતું રહ્યું
ઓક્ટોબર 2023મા હમાસ દ્વારા થયેલા મિસાઇલ હુમલા પછી ઇઝરાયેલ બહુમુખી યુધ્ધ લડતુ રહ્યુ છે.
ઇઝરાયલે ગાઝા પટ્ટીમા હમાસ, લેબનોનમા હિઝબુલ્લાહ અને યમનમા હુથી બળવાખોરો સામે લડી રહ્યુ છે.
હવે તેનો સીધો સંઘર્ષ ઇરાન સાથે થઈ રહ્યુ છે. આ યુધ્ધમા ઇઝરાયલના સાથી દેશો છે અમેરિકા, બ્રિટન,ફ્રાન્સ, જોર્ડન, સાઉદી અરેબિયા અને યુ.એ.ઇ.
ઈરાન બીજા દેશોના ખભા પર બંદૂક રાખીને ઈઝરાયલ વિરુદ્ધ ફોડતું હતું
હજુ થોડા દિવસો અગાઉ સુધી ઈરાન ઈઝરાયલ સાથે સીધા યુદ્ધમાં ઉતર્યું નહોતું.
ઈરાન બીજા દેશોના ખભા પર બંદૂક રાખીને ઈઝરાયલ વિરુદ્ધ ફોડતું હતું,
પરંતુ શનિવારના મિસાઈલ હુમલા પછી ઈરાન યુદ્ધમાં સક્રિય થયું છે.
થોડા મહિના પહેલા ઈઝરાયલે સીરિયામાં ઈરાની દૂતાવાસ પર હુમલો કર્યો હતો,
જેમાં ઈરાનના વરિષ્ઠ કમાન્ડર અને અધિકારીઓ માર્યા ગયા હતા. એ કારણે ઈરાન ગુસ્સે ભરાયું હતું
અને વળતા હુમલાની તાકમાં હતું. ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાનું રહસ્યમય મૃત્યુ થયું હતું,
એ માટે પણ ઈરાન ઈઝરાયલને જવાબદાર માને છે. ઈઝરાયલ સામેની આરપારની લડાઈમાં ઈરાનને સીરિયા,
પેલેસ્ટાઇન, લેબેનોન જેવા દેશોનો ટેકો છે. ઈરાક અને યમનના ઉગ્રવાદી સમૂહો પણ ઈરાનને પક્ષે છે.
મધ્ય-પૂર્વના ઘણા દેશો ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંતુલન જાળવી રાખવાની કોશિશ કરતા રહે છે.
ચાલો જોઈએ કે મધ્ય-પૂર્વમાં બિછાયેલી યુદ્ધની ચોપાટ પર કયો દેશ કેવી ભૂમિકા ભજવી રહ્યો છે.
Read More : Gold Price News : સોનાના ભાવમા થયો ભારી વધારો જાણો આજનો ભાવ