Israeli attacks : ગાઝા સ્મશાન બન્યો, 200 લાશો નીકળી, કાટમાળ સફાઈ માટે 21 વર્ષ

Israeli attacks ઈઝરાયલ અને હમાસની વચ્ચે 15 મહિનાથી ચાલુ યુધ્ધ  ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયુ.

મહિનાઓ સુધી ચાલેલા યુધ્ધમા સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવુ પડ્યુ.

તેમના પરિવારજનો, સગાં-વ્હાલા, ઘર, હોસ્પિટલ, સ્કુલ બધુ જ ખતમ થઈ ગયુ. ગાઝા સ્મશાનનો ઢગલો બની ચૂક્યુ છે.

યુધ્ધમા 47 હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઈઝરાયલી સેના ગાઝામા પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે

પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યા છે. 

‘કાટમાળથી બે દિવસમા 200 મૃતદેહો કાઢવામા આવી ચૂક્યા છે,’

સંયુક્ત રાષ્ટૃએ નુકસાનનુ આકલન કરતા કહ્યુ કે ગાઝામા તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે

કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને 21 વર્ષ લાગી જશે.’ 

આ દરમિયાન હજુ પણ ઈઝરાયલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.

ઈઝરાયલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોર. છેલ્લા બે દિવસમાં અહીં ઓપરેશનમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે.

એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે 10 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં.

Israeli attacks 200 મૃતદેહ જપ્ત કર્યાં

હમાસ અને ઈઝરાયલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધવિરામ બાદ નાગરિક

સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ 200 મૃતદેહ જપ્ત કર્યાં છે.

ગાઝાના શિક્ષણ મંત્રાલય યુદ્ધમાં લગભગ 15000 સ્કુલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર 800 લોકો માર્યા ગયા.

મંત્રાલય અનુસાર ઈઝરાયલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં 95 ટકા શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા 85 ટકા બંધ થઈ ગઈ.

આ મહિને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક નુકસાન આકારણી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે

‘ઈઝરાયલના બોમ્બ બ્લાસ્ટ બાદ બાકીના 50 મિલિયન ટનથી વધુ કાટમાળને

સાફ કરવામાં 21 વર્ષનો સમય લાગી શકે છે અને તેનો ખર્ચ $ 1.2 અબજ સુધી થઈ શકે છે.’

લેબનોનમાં સીઝફાયર છતાં ઈઝરાયલી સેનાનો હુમલો ચાલુ છે. લેબનોનની એજન્સી અનુસાર ઈઝરાયલી સેનાએ

તાયબે ગામમાં ઘરને સળગાવવા અને નાશ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ગામ સરહદના પૂર્વ ક્ષેત્રમાં સ્થિત છે.

સ્થાનિક મીડિયા આઉટલેટ્સે પાડોશી ગામ કફર કિલ્લામાં એક મોટા બ્લાસ્ટની પણ માહિતી આપી છે,

જેને સમગ્ર વિસ્તારમાં સાંભળવામાં આવ્યુ. ઈઝરાયલી સેના દક્ષિણી લેબનોનમાં દરરોજ હુમલો કરી રહી છે.

ગત 27 નવેમ્બરે ઈઝરાયલ અને હિઝબુલ્લાહની વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયુ હતું.

 

READ MORE :

International News : ઇઝરાયેલના તાજેતરના હુમલાઓ પછી નેતન્યાહુની આગામી વ્યૂહરચના સમજવી

AI જનરેટેડ ઑડિયો ટેપના આધારે ભાજપનો સુપ્રિયા સામે આક્ષેપ, ભડક્યા વિવાદો

Share This Article