ISROના મિશનને ઝટકો : વર્ષના પહેલા મિશનમાં સમસ્યા, ભારતીય અવકાશ યાત્રામાં અવરોધ, ISRO માટે મોટું પડકાર આગળ શુ થશે હવે ?

ISROના મિશનને ઝટકો 

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ હાલમાં જ પોતાનો 100 મું રોકેટ મિશન લોન્ચ કર્યુ હતું.

જો કે આ મિશન અંગે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે કે તેમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ આવી રહી છે.

લોન્ચ કરાયેલો નેવિગેશન સેટેલાઈટ એનવીએસ-02 ટેક્નિકલ ખામીના કારણે પોતાની નિર્ધારિત કક્ષામાં પહોંચી શક્યો નહીં.

ઈસરોએ પોતાની વેબસાઈટ પર અપડેટ આપતા કહ્યું કે સેટેલાઈટને પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચાડવા માટે જે પ્રક્રિયા અપનાવવામાં

આવી રહી હતી તેમાં સમસ્યા આવી ગઈ.

ઓર્બિટ વધારવા માટે સેટેલાઈટના એન્જિનમાં ઓક્સીડાઈઝર પહોંચાડનારો વાલ્વ ખુલી શક્યો નહીં.

જેના કારણે તેની ઊંચાઈ વધી ગઈ અને આગળ થનારી કામગીરીમાં મુશ્કેલી પેદા થઈ ગઈ.

 

વર્ષનું પહેલું મિશન

બુધવારે સવારે 6.23 વાગે ઈસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી જીએસએલવી-એફ15 રોકેટ દ્વારા એનવીએસ-02ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો.

આ મિશન ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણન માટે પણ મહત્વપૂર્ણ હતું.

કારણ કે તેમના નેતૃત્વમાં આ પહેલું લોન્ચિંગ હતું. આ મિશન ઈસરોનું આ વર્ષનું પ્રથમ પ્રમુખ મિશન પણ છે

જો કે ટેક્નિકલ ખરાબીના કારણે મિશનની સફળતા શંકાના ઘેરામાં આવી ગઈ છે. 

 

શું મુશ્કેલી ઉભી થઈ હતી

આ સેટેલાઈટ યુઆર રાવ સેટેલાઈટ સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેને જિયોસ્ટેશનરી કક્ષામાં સ્થાપિત કરવાનો હતો.

જો કે તેના તરલ ઈંધણ એન્જિનમાં આવેલી ખરાબીના કારણે હવે તેને નિર્ધારિત કક્ષામાં મોકલવામાં મુશ્કેલી આવી રહી છે. 

ઉપગ્રહ પૃથ્વીથી તેના સૌથી નજીકના પોઈન્ટ લગભગ 170 કિમીના લંબગોળ ભ્રમણકક્ષાથી અને પૃથ્વીથી તેના સૌથી દૂરના બિંદુએ લગભગ

36,577 કિમીના અંતરે ડેઝીગ્નેટેડ સ્પોટ પર સ્થપિત કરી શકાશે નહીં.

ISROના મિશનને ઝટકો 

વૈજ્ઞાનિકો એ બીજો વિકલ્પ શોધી રહયા છે

એવું કહેવાય છે કે ઈસરોના વૈજ્ઞાનિકો આ સેટેલાઈટનો બીજો કોઈ ઉપયોગ શોધવાની કોશિશ કરી રહ્યા છે.

જેથી કરીને તેને કોઈ પણ રીતે જાણકારી મેળવવામાં ઉપયોગ કરી શકાય.

કારણ કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જે કામ માટે તેને મોકલવામાં આવ્યો હતો તે હવે થાય એવું શક્ય નથી.

ઈસરોના જણાવ્યાં મુજબ સેટેલાઈટ સુરક્ષિત છે અને હાલ એક અંડાકાર કક્ષામાં  ચક્કર લગાવી રહ્યો છે. 

 

ભારતને પોતાની નેવિગેશન સિસ્ટમાં મજબૂત કરી શકત

એનવીએસ-02 સેટેલાઈટનો હેતુ ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ, નવિક (NavIC) ને મજબૂત કરવાનો હતો.

નવિક જેને ભારતે 1999ના કારગિલ યુદ્ધ બાદ તૈયાર કરી હતી.

એ ક્ષેત્રિય નેવિગેશન સિસ્ટમ છે જે અમેરિકાના જીપીએસ (GPS)ની જેમ કામ કરે છે.

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને અમેરિકા પાસેથી ઉચ્ચ સ્તરનો જીપીએસ ડેટા મળી શક્યો નહતો .

અને ત્યારબાદ સરકારે ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ તૈયાર  કરવાનો નિર્ણય લીધો હતો. 

 

READ MORE :

જામનગરમાં ઈ-કોમર્સ વેપારીને ઓનલાઈન છેતરપિંડીમાં રૂ. 27.72 લાખનો ચૂનો

કેન્દ્રીય કર્મચારીઓ ના પેન્શનરો માટે મોટા સમાચાર , ડીએમાં ત્રણ ટકાનો વધારો

Share This Article