જામનગરમાં ઠંડીના આગમન સાથે વાહનચોરોની પ્રવૃત્તિ વધતી, બુલેટ અને બાઈકની ઉઠાણીઓ નોંધાઈ

By dolly gohel - author

જામનગરમાં ઠંડીના આગમન સાથે 

જામનગર શહેરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે.

અને શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી એક બુલેટ મોટરસાયકલ તેમજ એક બાઈકની  ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં વિજયનગર જકાતનાકા પાસે રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ ગોજીયા નામના વેપારી યુવાને પોતાના ઘરની બહાર પાર્ક કરેલું

પોતાનું બુલેટ મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

આ ઉપરાંત જામનગરમાં પટેલ  પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા કિશનભાઇ પરસોત્તમભાઈ પટોડીયા નામના યુવાને પોતાના ઘર પાસે પાર્ક

કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે.

જે વાહન ચોર ટોળકીને પોલીસ શોધી રહી છે.

read more : Bigg Boss 18 : સલમાન ખાને અવિનાશને ફટકાર્યો, કહ્યું – ‘તમારા નામ અવિનાશ છે, પણ તમે તમારો વિનાશ કરી રહ્યા છો’

Rajputana Biodiesel IPO allotment રિલિઝ થવાની તૈયારીમાં: ઓનલાઇન સ્ટેટસ ચેક કરવાની પૂરી માહિતી

 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.