જામનગરમાં પાણખાણ પાસે ઇન્ડસ્ટ્રીયલ બ્રાસ પાર્ટ કારખાનાઓના વિસ્તારમાં આવેલી પટેલ એસ્ટેટ થી લઈને
મૂકતા એસ્ટેટ પાસે થી પસાર થતી 32,000 કે.વી. હાઈ ટેન્શન વિજ લાઇન નીચે ગેરકાયદેસર અને
જોખમી કારખાનાઓના બાંધકામોની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં પતરાની ઓરડીઓથી માંડીને સ્લેબવાળા બાંધકામો સુધી ઉભા થઈ ગયા છે.
આ હાઈ વોલ્ટેજ વિજ લાઇન નીચે ભૂતકાળમાં મજૂરો અને કારીગરોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે,
છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરતું નથી.
આ વિસ્તારમાં રહેતા લોકો અને કામ કરતા મજૂરો સતત જીવના જોખમે છે. આ જોખમી પરિસ્થિતિને જોતાં પ્રશ્ન ઉઠે છે કે,
ક્યારે તંત્ર જાગશે? આવા કેટલા નિર્દોષ લોકોના મોત થયા બાદ જ આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે?
આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસેથી ઝડપી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
Read More :
Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું રૂ. 80,700 પર પહોંચ્યું
ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ
Hyundai Listing Price : ડી-સ્ટ્રીટ પર હ્યુન્ડાઈ ઈન્ડિયા શેરની આજથી એન્ટ્રી, શું ચમકશે બજાર?