જામનગરમાં પ્લેન ક્રેશ દુર્ધટના
જામનગરમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં પાયલોટે જીવ ગુમાવ્યો હતો.
આ દુર્ઘટનાને લઈને ભારતીય વાયુસેના તરફથી એક ટિવટ કરવામા આવ્યું છે, જેમાં દુર્ઘટનાનું કારણ જણાવવામાં આવ્યું છે.
તેમજ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાએ ટિવટ કર્યું કે ગુજરાતના જામનગર એરફિલ્ડથી ઉડતું IAF જગુઆર 2-સીટર એરક્રાફ્ટ નાઇટ મિશન દરમિયાન ક્રેશ થયું.
પાયલોટને એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીનો સામનો કરવો પડયો હતો.
તેમને ખબર પડી કે તરત જ તેઓએ એરક્રાફ્ટને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું.
એરફિલ્ડ અને સ્થાનિક લોકોને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ કમનસીબે એક પાયલટનું ઇજાને કારણે મૃત્યુ થયું હતું.
જ્યારે અન્ય જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
IAF જાન-માલની ખોટ બદલ ખેદ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઊભું છે.
અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં રિપોર્ટ આવશે અને ત્યારબાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

READ MORE :
નીતિન ગડકરીની મોટી જાહેરાત : 6 મહિનામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સની કિંમત પેટ્રોલ ગાડીઓ જેટલી હશે
જામનગરમાં પ્લેન ક્રેશ દુર્ધટના

જમીન પર પડતા જ પ્લેન ના ટુકડા થઈ ગયા અને તેમા ભયંકર આગ લાગી
બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન જામનગર શહેરમાં ક્રેશ થયું હતું.
આ વિમાને જામનગરના એરફોર્સ સ્ટેશન પરથી ઉડાન ભરી હતી અને આ ફ્લાઇટ પ્રેક્ટિસ માટે હતું.
ટેકઓફ થતાં જ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ક્રેશ થવાના ડરથી બંને પાયલટોએ પ્લેનને ખાલી જગ્યા તરફ ફેરવ્યું.
દરમિયાન પ્લેન જામનગર શહેરથી લગભગ 12 કિલોમીટર દૂર સુવરદા ગામની બહાર ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું.
તે જમીન પર પડતાની સાથે જ પ્લેનમાં આગ લાગી હતી અને તે બળીને રાખ થઈ ગયું હતું.
પરંતુ પ્લેન જમીન પર પડે તે પહેલા એક પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.
પરંતુ બીજો બહાર નીકળી શક્યો ન હતો અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
જમીન પર પડ્યા બાદ વિમાનના પણ ટુકડા થઈ ગયા હતા.
ગામલોકો ઘાયલ પાયલોટને હોસ્પિટલ લઈ ગયા અને પોલીસ અને એરફોર્સને અકસ્માતની જાણ કરી.
અકસ્માતની માહિતી મળતાં જ જામનગર એસપી-ડીએમ અને એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કલેક્ટર કેતન ઠક્કરે અકસ્માતની પુષ્ટિ કરી હતી.
READ MORE :
ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ, જાણો તેની ખાસિયતો કેવી રીતે અન્ય ટ્રેનોથી અલગ છે?
સરકારે ટેકસી સેવા શરૂ કરવાની તૈયારી, ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે મોટું પડકાર
