Junagadh Highway
રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી
પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના મોત નિપજ્યા છે.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક રહીશો અને આસપાસમાંથી લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.
હાલ પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના ભંડુરી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
જેમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત થયા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને
ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે
અને બચાવ કામગીરી હાથ ધરી છે.
હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More :
ફિલ્મ ‘પુષ્પા’ને લઈને ભીડમાં અફરાતફરી, એક મહિલા કચડાઈ, 9 વર્ષનો દીકરો થયો બેભાન
શિયાળામાં માવઠું: ધરમપુરના અંતરિયાળમાં વરસાદથી ખેડૂતોમાં ટેન્શન
Surendranagar : થાનગઢમાં ખનીજ માફિયાઓની બેદરકારી, અધિકારીઓને ધમકી આપીને 3 ટ્રેકટર પરત લઈ ગયા
Baroda : સમા સર્કલમાં ટ્રાફિક પોલીસને કારથી અડફેટે લેવાનો પ્રયાસ, અર્પિત પટેલની ધરપકડ