Junagadh : હોટલ સત્યમના એક રૂમમાં પરિણીત મહિલાએ આપઘાત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે નિશા પંચોલી નામની મહિલાએ હોટલના રૂમ નંબર 1ના બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી હતી.
જોકે આ મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.
બનાવ અંગેની જાણ થતાં જ હોટલનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
પ્રાથમિક જાણકારી પ્રમાણે આ મહિલાને ફોન કરીને રામજી ચૌહાણ નામના શખ્સે હોટલમાં બોલાવી હતી.
જોકે આ મહિલાએ એકાએક આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Read More :