જસ્ટિન ટ્રુડો ના રાજીનામા બાદ , યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ફરીથી કેનેડાને પોતાનુ રાજય બનાવાનો પ્રસ્તાવ મૂકયો

By dolly gohel - author

જસ્ટિન ટ્રુડો ના રાજીનામા બાદ 

કેનેડા ના વડાપ્રધાન  જસ્ટિન ટ્રુડો એ અચાનક જ 6 જાન્યુઆરી એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ .

જસ્ટિન ટ્રુડો ના રાજીનામા આપ્યા ના તરત પછી જ અમેરિકા ના પ્રધાનમંત્રી એ કેનેડા ને પોતાનુ રાજય બનાવવા વિશેની વાત કરી છે.

જસ્ટિન ટ્રુડો એ સોશિયલ મીડીયા પર પોસ્ટ કરીને લખ્યુ છે કે , કેનેડા એ અમેરિકાનુ રાજય બની જાય તેવી સહેજ પણ શકયતા નથી.

તે કહે છે કે બને દેશોના કામદારો અને સમુદાયો એ એકબીજાના બિઝનેસ ના ભાગીદાર હોવાનો લાભ રહી રહયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે કેનેડા મા એવા ધણા લોકો છે જે કેનેડા ને અમેરિકા નુ રાજય બની જાય તેમા રસ ધરાવે છે.

જો આવુ થાશે તો કેનેડા ના લોકો માટે ફાયદાકારક છે. કારણ કે તે લોકો ને કેનેડા મા રહી શકે તે માટે વિશાળ વેપાર ખાધ

અને સબસિડી ની જરુર છે. અને જે અત્યારે કેનેડા આપી શકે તેવી સ્થિતિ મા છે.

કેનેડાને 51 મું રાજ્ય બનાવવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ

કેનેડાને 51 મું રાજ્ય બનાવવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ માત્ર આર્થિક જ નહીં, પરંતુ સુરક્ષા અને સરહદ નિયંત્રણના મુદ્દાઓ પર પણ આધારિત છે.

જો કેનેડા તેની દક્ષિણ સરહદે ગેરકાયદેસર દવાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવાહને અટકાવશે નહીં.

તો તે આયાતી કેનેડિયન ઉત્પાદનો  પર 25 ટકા ટેરિફ લાદશે.

આ નિવેદન સુરક્ષા અને સરહદ નિયંત્રણને લઈને યુએસ અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને વધુ વધારી શકે છે.

આ મુદ્દાને લઈને ટ્રમ્પે કહે છે  કે, કેનેડાએ તેમની સરહદ પરથી ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ અને ડ્રગ્સના પ્રવાહને રોકવું જોઈએ.

જો તેઓ આવું નહીં કરે, તો અમે કેનેડિયન ઉત્પાદનો પર 25% ટેરિફ લાદીશું.  અમારા માટે પણ આ જરૂરી પગલું હશે,

કારણ કે અમેરિકાના નાગરિકોની સુરક્ષા સૌથી મહત્વની છે.

ડોનાલ્ડ ટ્રમ્પે  જસ્ટિન ટ્રુડો ને શું  ધમકી આપી હતી ?

તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતુ  કે, કેનેડાના અનેક લોકોને ગમશે કે તેઓ અમેરિકાનું 51મું રાજ્ય બને.

અમેરિકા હવે ભારે વ્યાપારિક નુકસાન અને સબસીડીને સહન નહીં કરી શકે.

કેનેડાને પોતાની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા માટે તેની જરૂર છે.

ટ્રુડોને આ વાતની જાણ હતી અને તેમણે રાજીનામું આપી દીધું.

જો કેનેડા અમેરિકામાં ભળી જાય છે, તો કોઈ જ ટેરીફ નહીં હોય અને ટેક્સ પણ એકદમ ઘટી જશે.

તેઓ રશિયન અને ચીની જહાજોથી પણ સુરક્ષિત રહેશે. એક સાથે મળીને આ એક મહાન રાષ્ટ્ર બનશે.

 

જસ્ટિન ટ્રુડો ના રાજીનામા બાદ

READ  MORE  :

શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !

 

વૈશ્વિક રાજકારણમાં રશિયા અને ચીન સાથે તણાવ વધી રહ્યો છે

ટ્મ્પે પોતાના પ્રસ્તાવમાં એમ પણ કહ્યું કે જો કેનેડા અમેરિકાનો હિસ્સો બનશે તો કેનેડિયન નાગરિકો રશિયા અને ચીન જેવા દેશોના

ખતરાથી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.  આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે વૈશ્વિક રાજકારણમાં રશિયા અને ચીન સાથે તણાવ વધી રહ્યો છે

અને અમેરિકા આ ​​બંને દેશોને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો માને છે. ટ્રમ્પે કહ્યું, જો કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડાય છે,

તો બંને દેશોને રશિયા અને ચીન તરફથી કોઈ સૈન્ય ખતરો નહીં આવે અને આપણા રાષ્ટ્રની શક્તિ બમણી થઈ જશે.

આપણે એક મહાસત્તા તરીકે ઉભરી શકીશું.

 

 

READ  MORE :

 

“Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત”

“BRICSમાં નવા સભ્યનો સમાવેશ: આ એશિયાઇ દેશે લીધી બ્રિક્સની સભ્યતા!”

“અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી: 6 કરોડ લોકોના જીવન પર અસર, એલર્ટ જાહેર”

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.