કઝાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ થતાં 30થી વધુ લોકોના મોત

કઝાકિસ્તાનમાં મોટી દુર્ઘટના

અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન રાજધાની બાકુથી રશિયા જવા રવાના થયું હતું. તેને કઝાકિસ્તાન થઈને રશિયા જવાનું હતું.

આ દરમિયાન પ્લને સાથે પક્ષી અથડાતા ટેકનિકલ ખામી હોવાના અહેવાલ મળતા તેને કઝાકિસ્તાનમાં તાત્કાલિક લેન્ડ કરવાની યોજના

બનાવવામાં આવી હતી પરંતુ તે થઈ શક્યું નહીં.

શહેરમાં ભારે ધુમ્મસ હોવાથી એરપોર્ટથી લગભગ 3 કિમી દૂર લેન્ડ થવા પહેલા જ ક્રેશ થઈ ગયું હતું.

અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશનો મામલો સામે આવ્યો છે, જેમાં 30થી વધુ લોકોના મોત થયા છે.

આ વિમાને બાકુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જેમાં 72 થી વધુ મુસાફરો હતા.

આ પ્લેન રશિયાના ચેચન્યામાં ગ્રોઝની જવાનું હતું, પરંતુ ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદવામાં આવ્યો હતો.

 

કઝાકિસ્તાનમાં મોટી દુર્ઘટના

પ્લેન ક્રેશમાં 30થી વધુ લોકોના મોત

કઝાકિસ્તાનના કટોકટી મંત્રાલયે  અહેવાલ આપ્યો હતો કે 72 થી વધુ લોકો સાથેનું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું છે.

છ મુસાફરો બચી ગયા છે, જ્યારે ડઝનેક લોકોના મોતની આશંકા છે.

અક્તાઉ એરપોર્ટ નજીક વિમાન ક્રેશ થયું હોવાના અહેવાલ છે.

બાદમાં સ્પષ્ટ થયું કે આ વિમાન દુર્ઘટનામાં 30થી વધુ લોકોના મોત થયા છે.

પ્લને ક્રેશ થયાં બાદ તેમાં આગા ફાટી નીકળી

એમ્બ્રેર 190, અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 8243માં ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા.

કહેવામાં આવ્યું હતું કે કઝાક શહેર અક્તાઉથી લગભગ 3 કિલોમીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

પ્લનેનું ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું. ત્યારે જ બચાવ ટુકડીને સાવધ કરી દેવાઈ હતી.

પરંતુ લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ થઈ જતાં તેમાં આગ લગી ગઈ હતી. 

જેના લીધે પ્લનેમાં આગ લાગ્યા પછી પણ બચાવ કર્મચારીઓની સતર્કતાના લીધે પણ ઘણા લોકોના જીવ બચાવી શકાયા હતા.

 

READ  MORE  :

ચીનના પ્રભાવને સંતુલિત કરવા ભારત શ્રીલંકા સાથે તેના સંબંધોને મજબૂત બનાવી રહ્યું છે

 

ઘાયલોની સારવાર ચાલુ

 પશ્ચિમી અકસ્માતમાં 14 લોકો બચી ગયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

“હાલમાં, 14 લોકોને પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી પાંચ સઘન સંભાળમાં છે.

 ફ્લાઈટ 8243માં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર હતા. અકસ્માતમાં 25 લોકો બચી ગયા છે.

 પાયલોટે પ્લેન પક્ષીઓ સાથે ટકરાયા બાદ ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય લેવો પડ્યો હતો અને આ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું. 

અકસ્માતના વીડિયો ફૂટેજમાં વિમાન બીચ પર પહોંચતા પહેલા ઝડપથી નીચે ઉતરતું દેખાઈ રહ્યું છે.

થોડી જ વારમાં વિમાનમાં આગ લાગી અને ગાઢ કાળો ધુમાડો આકાશમાં ઉડવા લાગ્યો હતો.

પ્લેનમાં સવાર લોકોમાં 42 અઝરબૈજાની નાગરિકો, 16 રશિયન નાગરિકો, છ કઝાકિસ્તાની અને ત્રણ કિર્ગિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.

કઝાકિસ્તાન સત્તાવાળાઓએ અકસ્માતની તપાસ માટે સરકારી કમિશનની રચનાની જાહેરાત કરી હતી.

કમિશનના સભ્યોને તપાસની દેખરેખ રાખવા અને પીડિતોના પરિવારોને સહાયની ખાતરી કરવા માટે અકસ્માત સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

કઝાકિસ્તાને અઝરબૈજાનને તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું છે.

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

 

READ   MORE   :

 

બ્રાઝિલમાં દુર્ઘટનાગ્રસ્ત 10 લોકોનું મોત, વિમાન દુકાનમાં અથડાયું

અમેરિકામાં સ્કેન્ડિનેવિયાનો સ્વાદ લાવવા માગતા યુરોપિયન સમાજવાદી

ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !

Share This Article