લલિત મોદી સામે સખત કાર્યવાહી
આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.
મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનું પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડાં દેશ વાનુઆતીની નાગરિકતા મેળવી હતી.
પણ હવે વનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે. જેના કારણે ભાગેડું મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઇ ગઇ છે.
લલિત મોદીને છેલ્લે 7 માર્ચના રોજ લંડનમાં આવેલા એક ભારતીય હાઈ કમિશન સમક્ષ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો.
પછીથી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી હતી કે તેનું પાસપોર્ટ જમા કરાવી દીધો છે.
લલિત મોદી સામે સખત કાર્યવાહી
વનુઆતુ ક્યાં આવેલું છે?
વનુઆતુ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો દેશ છે.
અહીંની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ, પર્યટન, માછીમારી અને વિદેશી નાણાકીય સેવાઓ પર આધારિત છે.
વનુઆતુમાં રોકાણ આધારિત નાગરિકતા મળે છે, એટલે કે અહીં નાગરિકતા રોકાણ કરીને મેળવી શકાય છે.
અહીં સરકાર માટે પાસપોર્ટનું વેચાણ આવકનો મુખ્ય સ્ત્રોત છે.
2025 સુધીમાં, વનુઆતુનો પાસપોર્ટ 113 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, વનુઆતુનો પાસપોર્ટ વિશ્વમાં 199 દેશોમાંથી 51મા ક્રમે છે.
જે સાઉદી અરેબિયા (57), ચીન (59) અને ઇન્ડોનેશિયા (64) થી ઉપર છે. ભારત એ આ યાદીમાં 80 મા ક્રમે છે.
READ MORE :
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : IRCTC અને IRFCને ‘નવરત્ન’ દરજ્જો આપ્યો, શું શેરના ભાવમાં વૃદ્ધિ થશે?
વનુઆતુના વડાપ્રધાનનો આદેશ
વનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા આયોગને આદેશ આપ્યો છે કે લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દે.
તેમણે કહ્યું કે મને છેલ્લા 24 કલાકમાં જાણકારી મળી કે ઈન્ટરપોલે લલિત મોદીને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી એલર્ટ
નોટિસને ન્યાયિક પુરાવાના અભાવે બે વખત ફગાવી હતી.
વનુઆતુનો પાસપોર્ટ રાખવો એક વિશેષાધિકાર છે ન કે અધિકાર. એટલા માટે અરજદારે વ્યાજબી કારણોસર જ નાગરિકતા મેળવવી જોઈએ.
READ MORE :
સુરતથી ગોવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ શરૂ કરશે નવી ફ્લાઈટ, જાણો મુસાફરી માટે શું રહેશે ભાડું?
શેરબજારમાં તેજીનો પ્રારંભ : જાણો સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં કેટલો ઉછાળો નોંધાયો