લોસ એન્જલસમાં આગની દુર્ઘટના
અમેરિકાના બીજા સૌથી મોટા શહેર લોસ એન્જલસ પાસેના જંગલમાં મંગળવારે સવારે લાગેલી આગ ચોથા દિવસે પણ અનિયંત્રિત છે.
ફેશનની ઝગમગાટ ધરાવતા શહેર લોસ એન્જલસના મોટા ભાગને આગમાં લપેટમાં લેવામાં આવી છે.
અને 10 હજારથી વધુ ઈમારતો બળીને રાખ થઈ ગઈ છે.
લાખો બચાવ પ્રયાસો છતાં, 10 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1,80,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે.
આ વિસ્તારમાં તીવ્ર પવન અને શુષ્ક હવામાન આગ નિયંત્રણના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે.
આ આગને કેલિફોર્નિયા રાજ્યની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવે છે.
પેસિફિક પેલિસેડ્સમાંથી નીકળેલી તણખાથી ભડકેલી આ આગને ફિલ્મ જગત,
હોલિવૂડના ગૌરવ સુધી પહોંચતી અટકાવવામાં આવી છે.
આગથી પ્રભાવિત બે લાખ લોકોને વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રાત્રિ કર્ફ્યૂ લગાવવામા આવ્યો છે
આગ હોલીવુડ હિલ્સ સુધી ન પહોંચે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે સદનસીબે સફળ રહ્યા હતા.
પરંતુ અન્ય વિસ્તારોમાં ભારે પવન વિનાશની ગતિને ધીમી થવા દેતો નથી.
આગ અત્યાર સુધીમાં 36 હજાર એકર (56 ચોરસ માઇલ) થી વધુ જમીનને ઘેરી ચુકી છે અને ત્યાંની લગભગ દરેક વસ્તુને બાળીને રાખ થઈ ગઈ છે.
લોસ એન્જલસ માં લાગેલી આગ એ પવન દ્વારા પાંચ દિશામાં ફેલાઈ હતી.
લોસ એન્જલસ કાઉન્ટીના શેરિફ રોબર્ટ લુનાએ કહે છે કે વિનાશથી એવું લાગે છે કે જાણે શહેર પર અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હોય.
આગને કારણે અત્યાર સુધીમાં 150 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આનાથી આ વિસ્તારમાં કાર્યરત વીમા કંપનીઓ પર મોટો નાણાકીય બોજ પડી શકે છે.
લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી આગ પવન દ્વારા પાંચ દિશામાં ફેલાઈ છે.
વિમાનો અને હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પાણી અને અગ્નિશામક કેમિકલ ફેંકીને આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ કામ માટે કેનેડાથી એક મોટા કદનું સુપર સ્કૂપર એરક્રાફ્ટ પણ ભાડે લેવામાં આવ્યું હતું.
પરંતુ તે ખાનગી ડ્રોન સાથે અથડાયું અને નુકસાન થયું અને તેને ગ્રાઉન્ડ કરવું પડ્યું. રાષ્ટ્રપતિ જો બિડેને આ આગને મોટી દુર્ઘટના ગણાવી છે.
આગ લાગવાના ત્રણ કારણો મુખ્ય રીતે જવાબદાર છે.
અધિકારીઓ કહે છે કે , લોસ એંજલસમાં લાગેલી આગ માટે ભારે પવન અને શુષ્ક હવામાનને જવાબદાર ગણાવ્યું છે.
શુષ્ક હવામાનના કારણે સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડના કારણે આગ ધાર્યા કરતા વધુ ઝડપથી ફેલાઇ રહી છે.
યુએસ સરકારના રિસર્ચમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે પશ્ચિમ અમેરિકાના જંગલોમાં લાગેલી ભીષણ આગ ક્લાયમેટ ચેન્જ સાથે જોડાયેલી છે.
યુએસ ઓશન એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન મુજબ, વધતી ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને સુકા વાતાવરણ સહિત ક્લાયમેટ ચેન્જ,
પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સમાં જંગલની આગનું જોખમ વધારી રહ્યું છે.
આ આગ ફેલાવાનું એક મુખ્ય કારણ ‘સેંટા એના’ પવનો છે, જે જમીનથી દરિયા કિનારા તરફ ફૂંકાય છે.
100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ફૂંકાતા આ પવનોએ આગને વધુ વિકરાળ બનાવી હોવાનું માનવામાં આવે છે.
આ પવનો પૂર્વ અથવા ઉત્તરપૂર્વથી યુનાઇટેડ સ્ટેટ્સના દરિયાકાંઠા તરફ ફૂંકાય છે. આ પવનો વર્ષમાં ઘણી વખત ફૂંકાય છે.
લોસ એંજલસ અને દક્ષિણ કેલિફોર્નિયાના કેટલાક ભાગોમાં સેંટા એના પવનો રોજિંદા જીવનને ઘણી વખત અસ્ત વ્યસ્ત કરે છે.
લોસ એન્જલસમાં આગની દુર્ઘટના
READ MORE :
“ટિમ કૂકનું 1 મિલિયન ડૉલરનું દાન: ટ્રમ્પના ઇનોગ્યુરેશન માટે મહત્વપૂર્ણ સહયોગ”
આગના કારણે અનેક સેલિબ્રિટીએ પોતાના ધર ગુમાવ્યા છે.
આગમાં ઘર ગુમાવનારા સેલિબ્રિટીઓમાં લેઇટન મીસ્ટર અને એડમ બ્રોડીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પેરિસ હિલ્ટનનો પણ સમાવેશ થાય છે. યુએસના વીમા ઉદ્યોગને આ સૌથી મોંઘી આગ સાબિત થવાનો ડર છે.
આગને કારણે લગભગ 8 બિલિયનની ડોલર કિંમતની વીમાકૃત મિલકતને નુકસાન થવાની ધારણા છે.
લોસ એન્જલસના પેસિફિક પેલિસેડસ વિસ્તારમાં જ્યાંથી આગ લાગી હતી.
ત્યાંની 1,600 ઇમારતોનો વીમો આ વર્ષે જુલાઈમાં વીમા કંપની સ્ટેટ ફાર્મ દ્વારા
રદ કરવામાં આવ્યો હતો. જેનો વીમો કેન્સલ થયો હતો તેમાંથી મોટાભાગની બિલ્ડીંગ આગનો ભોગ બની છે.
લોસ એન્જલસમાં લાગેલી આગ એટલા મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ છે કે ત્યાં પાણી ઓછું ઉપલબ્ધ છે.
શહેરમાં કટોકટીનો સામનો કરવા માટે પાણી પુરવઠાની પાઇપલાઇન 100 વર્ષ જૂની છે. તે પાઈપલાઈન ઘણી જગ્યાએ થી ક્ષતિગ્રસ્ત અથવા બંધ છે.
તેથી ઘણી જગ્યાએ ફાયર વિભાગના કર્મચારીઓને આગ ઓલવવા માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
READ MORE :
ભારતીય મૂળની Anita Anand: શું Canada ના PM તરીકે ટ્રુડોનું સ્થાન લઈ શકે છે? જાણો તેમની પ્રગતિ વિશે
“અમેરિકામાં તીવ્ર બરફના તોફાનની આગાહી: 6 કરોડ લોકોના જીવન પર અસર, એલર્ટ જાહેર”
શટડાઉનનો ભય: અમેરિકનોમાં પગાર વગર કામ કરવા અને સરકારી સેવાઓ બંધ થવાની ચિંતા !
