દક્ષિણી કેલિફોર્નિયામા મોટી દુર્ઘટના, વિમાન ટેક ઓફ કરતાં જ ઈમારત સાથે ટકરાયું , 2નાં મોત, અને અનેક લોકો ધાયલ થયા

દક્ષિણી કેલિફોર્નિયામા મોટી દુર્ઘટના

તાજેતરમાં જ કઝાકિસ્તાન એરલાઇન્સનું વિમાન અને એના પછી દ.કોરિયામાં જેજુ એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ

થઇ હતી.

હજુ આ મામલો ભૂલાયો પણ નથી ત્યાં અમેરિકામાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી સામે આવી રહી છે

આ વિમાન દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

 વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મોટા ગોદામની છતમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે.

 આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું.

જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ પ્લેન આ ગોદામ સાથે અથડાયું તે સમયે ગોદામમાં ઘણા લોકો હાજર હતા.

વેરહાઉસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ વિમાન દુર્ઘટના લગભગ 2:15 વાગ્યે સર્જાઈ હતી.

 

દક્ષિણી કેલિફોર્નિયામા મોટી દુર્ઘટના

 

READ  MORE  :

ન્યૂયોર્કમાં નાઈટક્લબમાં ગોળીબારથી 11 લોકો ઘાયલ થયા છે, 24 કલાક મા આ ત્રીજી મોટી ધટના છે.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂની શરૂઆત કરી હતી.

દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું.

અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટૉક મૂકી રાખવામાં આવ્યો હતો. 

 ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો હતો કે આ વિમાન ફોર સીટર હતું અને ઉડાન ભર્યાની એક જ મિનિટ બાદ તે ઈમારત સાથે ટકરાઈ ગયું હતું. 

પોલીસે ગોડાઉનની અંદરના લોકોને તાત્કાલિક ધોરણે બહાર કાઢ્યા હતા, જ્યારે ઈમરજન્સી ક્રૂ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા હતા.

ફુલર્ટન પોલીસ વિભાગે પુષ્ટિ કરી હતી કે 10 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેમાં સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય આઠ લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી રહી છે.

READ   MORE   :

South Korea plane crash : વિમાન દુર્ઘટના પાછળ ‘પક્ષી અથડાયું’ એ કારણ પર શંકા વ્યક્ત કરી રહ્યાં છે નિષ્ણાતો જેમાં 179 લોકો માર્યા ગયા હતા

ચીને ફરી બતાવ્યો જલ્વો! સમુદ્રમાં ઉભો કર્યો કૃત્રિમ ટાપુ, બનશે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ !

 

Share This Article