મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને તમારા મહાન પ્રયાસો અને સફળતા બદલ ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો

મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને 

ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.

જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે.

મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં

આવ્યો છે.

આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 જાન્યુઆરીએ સવારે 11 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને સન્માનિત કરશે.

યુવા બાબતો અને રમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી.

17 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ આપવામાં આવશે.

સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ જ સરકારે ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી

કર્યું છે.

મનુ અને ગુકેશ ઉપરાંત ભારતીય પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિયન પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે.

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સૌપ્રથમ 10 મીટર એર પિસ્તોલમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું હતું

અને ત્યારબાદ સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર મિશ્ર ટીમમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ રીતે, તે રમતગમતના આ મહાકુંભની એક જ સિઝનમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઇ છે.

ગુકેશની વાત કરીએ તો તે ચેસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન છે.

2024માં ચેન્નાઈના 18 વર્ષના ગુકેશના રૂપમાં એક નવો રોલ મોડલ દેશને મળ્યો છે.

તે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ મેચમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.

પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમે સાબિત કરી દીધું કે ટોક્યો ગેમ્સમાં જીતેલો બ્રોન્ઝ

મેડલ કોઈ ફ્લુક નથી.

જેના આધારે તેમણે FIH ઓલિમ્પિકમાં 10 ગોલ કર્યા હતા. તેમને ત્રીજી વખત મેલ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો. છે.

પ્રવીણ કુમાર ઉત્તર પ્રદેશનો છે. પ્રવીણે એશિયન રેકોર્ડ તોડીને પેરિસ પેરા-ઓલિમ્પિક 2024માં મેન્સ હાઈ જમ્પ-T64 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ

જીત્યો હતો.

 

READ  MORE  :

 

Sport News : આર્યના સાબાલેન્કા ચાઇના મા ગૉફ રમવા માટે ઓસાકાની જીતનો સિલસિલો બનાવશે !

 

રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કેટલાક ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

જેમાં એથ્લિટ સુચા સિંહ, પેરા સ્વીમર મુરલીકાંત રાજારામ પેટકરનો સમાવેશ થાય છે.

જે પાંચ જણને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે.

તેમના નામ બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અરમાન્ડો એગ્નેલો કોલાકોનો સમાવેશ થાય છે.

ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન એવોર્ડ મેળવશે.

દરમિયાન, ચંડીગઢ યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી એકંદર યુનિવર્સિટી વિજેતા તરીકે પ્રાપ્ત થશે.

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ફર્સ્ટ રનર અપ અને અમૃતસર ગુરુ નાનક દેવ યુનિવર્સિટી સેકન્ડ રનર અપ રહી હતી.

ચંડીગઢ યુનિવર્સિટીને મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી એકંદર યુનિવર્સિટી વિજેતા તરીકે પ્રાપ્ત થશે.

 

READ  MORE  :

 

Surat : હજીરાના AMNS પ્લાન્ટ ના કારણે 4 લોકોના મૃત્યુ થતા, પ્લાન્ટ ને બંધ કરાયો , જાણો પ્લાન્ટ કેટલો સમય બંધ રહેશે?

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

Share This Article