કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે.
પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે.
દરમિયાન રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
READ MORE :
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજથી 2 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ કમોસમી વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે રાજ્યમાં 27 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જયારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી.
READ MORE :
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો કહેર,જમ્મુ-કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાનથી લોકો થરથર ધ્રૂજ્યા !
વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં સરકારનો ઘટાડો, જાણો ગુજરાતીઓ માટે કેટલો લાભદાયક