હવામાન વિભાગની આગાહી: રાજ્યભરમાં ઠંડીની અસર યથાવત, તાપમાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. આજે વહેલી સવારથી જ ઠંડા પવન સાથે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

આ સાથે જ અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.

જેથી શહેરના લઘુતમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો ઘટાનો નોંધાયો છે.

રાજ્યભરમાં તાપમાનની વાત કરવામાં આવે તો ગુરૂવારે અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું.

આ સાથે અમરેલી 13.8 ડિગ્રી, ભાવનગર 16.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી,

રાજકોટમાં 10.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

આ સિવાય અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

જેના કારણે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે.

કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું.

આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાસ થવાનું હતું તે ક્રોસ થઈ ગયું છે. પવનની દિશા હવે બદલાઈ જશે.

જેના કારણે જ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે.

વાદળો અને માવઠા અંગે  જણાવ્યું છે કે, વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા નથી.

ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સુકું જ રહેશે. રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.

 

READ  MORE  :

 

“દિલ્હીમાં કડકડતા શિયાળામાં વરસાદ: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો કહેર, ફ્લાઈટ અને ટ્રેન સેવાઓ પર અસર”

 

ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામા આવ્યુ 

IMD અનુસાર, ઉત્તરપશ્ચિમ ભારતમાં આગામી 2 દિવસ સુધી ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 17-20 જાન્યુઆરીની રાત્રિ અને

સવારના કલાકો દરમિયાન ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશામાં 18 જાન્યુઆરી સુધી અને મધ્યપ્રદેશમાં 19 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેશે.

હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ વેવની સ્થિતિની અપેક્ષા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતનું પરિભ્રમણ છે.

જેના કારણે તામિલનાડુ, પુડુચેરીમાં 18 થી 20 જાન્યુઆરી અને કેરળમાં 19-20 જાન્યુઆરી સુધી મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે .

જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. નિકોબાર ટાપુઓમાં 16 જાન્યુઆરીએ ભારે વરસાદ નોંધાયો હતો.

 

READ  MORE  :

 

હવામાન વિભાગની આગાહી: આગામી દિવસોમાં ઠંડી વધુ વધશે , ઠંડી માટે હજુ તૈયાર રહો

જાન્યુઆરીના મધ્યમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને ઠંડી સાથે માવઠા આવવાની આગાહી કરવામા આવી છે

Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ

Share This Article