Microsoft ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે: CEO સત્ય નડેલાની મહત્વપૂર્ણ જાહેરાત

Microsoft 

ટેકનોલોજી ક્ષેત્રે ગ્લોબલ જાયન્ટ Microsoft ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(CEO) સત્ય નડેલા ભારતની મુલાકાતે છે.

સોમવારે  તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી.

ત્યાર બાદ આજે સત્ય નડેલાએ ભારતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.

તેમણે ક્લાઉડ અને AI ક્ષેત્રે ભારતમાં $3 બિલિયનના રોકાણની જાહેરાત કરી.

આ જાહેરાત ભારતને AI-FIRST નેશન બનાવવામાં મદદ કરવા માટેના માઈક્રોસોફ્ટના પ્રયાસોનો એક ભાગ છે.

નડેલાએ માઇક્રોસોફ્ટ AI ટૂર દરમિયાન બેંગલુરુથી આ જાહેરાત કરી હતી.

નડેલાએ અગાઉ કહ્યું હતું કે હું માનું છું કે ભારતમાં AI ના ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે.

 માઈક્રોસોફ્ટ સહાયક ભૂમિકા ભજવે કારણ કે દેશ આ ઝડપથી વિસ્તરી રહેલી ટેકનોલોજીનો લાભ લેવા માંગે છે.

 નડેલાએ કહ્યું કે જ્યારે ઈનોવેશનની વાત આવે , ત્યારે  ભારત માટે  સુવર્ણ સમય છે.

હું ભારતમાં અમારા અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

જેમાં અમે અમારી Azure ક્ષમતાને વિસ્તારવા માટે વધારાના US $3 બિલિયનનું રોકાણ કરીશું.

READ  MORE  :

“BRICSમાં નવા સભ્યનો સમાવેશ: આ એશિયાઇ દેશે લીધી બ્રિક્સની સભ્યતા!”

1 કરોડ લોકોને AIની તાલીમ આપવામાં આવશે

કંપની ભારતમાં ઘણા ક્ષેત્રે વિસ્તરણ કરી રહી છે.

ભારતમાં દરેક વ્યક્તિ અને સંસ્થાને સશક્ત બનાવવાનું માઈક્રોસોફ્ટનું મિશન કંપનીને આગળ ધપાવે છે.

આ ધ્યેયને હાંસલ કરવા માટે એ પાકું કરવું જરૂરી છે કે આ દેશનું હ્યુમન કેપિટલ ટેકનોલોજીની તકોનો લાભ લઈને સતત આગળ વધવ સક્ષમ છે.

એટલા માટે અમે આજે અમારી જાહેરાત કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ.

કે કંપની 2030 સુધીમાં 10 મિલિયન લોકોને AI કૌશલ્ય માટે તાલીમ આપવામાં આવશે.

માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ  સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બાદ ભારતમાં કંપનીની

રોકાણ યોજનાઓ પર ખુશી વ્યક્ત કરી હતી.

ભારતીય મૂળના નડેલા હાલ ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે.

 

READ  MORE  :

 

“HMPV વાયરસને લઇ સરકારની નવી સૂચનાઓ: શું વિદેશથી આવનારાઓ માટે RTPCR ટેસ્ટ અનિવાર્ય?”

નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશનો ઉલાળિયો, સરકારે IEC સેલની રચના કરી નહીં

 

Share This Article