M.L.A. સંજયસિંહ મહિડા : મહિડાની ઓફિસ V.C.E.O. ભાજપની સદસ્યતામાં વધારો થાય છે

By dolly gohel - author

ભાજપના સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ સભ્યોને જોડવા માટે ભાજપના નેતાઓ દ્વારા વિવિધ કિમિયાઓ અપનાવવામાં આવી રહ્યા છે.

તેવામાં મહુધાના ભાજપના M.L.A. સંજયસિંહ મહિડા દ્વારા મહુધા વિધાનસભા વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટરો

(વીસીઈ)ને ભાજપના સદસ્યતા અભિયાનમાં વીસીઈ દીઠ ૨૦૦ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવાનો મેસેજ વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો.

વીસીઈને ધારાસભ્યની ઓફિસમાં બોલાવીને આદેશ કરાયો હતો.

 

ગેમ ચેન્જર: M.L.A. સંજયસિંહ મહિડાની ઓફિસ V.C.E.O. ભાજપના મુખ્ય સભ્ય બન્યા

ભાજપના સદસ્યતા અભિયાનમાં ગ્રામ પંચાયતના કર્મચારીઓને ટાર્ગેટ આપવા મુદ્દે કોંગ્રેસને વિરોધ કરવામાં રસ નથી.

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના ગણ્યાગાઠયા જ કાર્યકરો હાજર રહ્યા હતા.

મહુધાના ભાજપના M.L.A. સંજયસિંહ મહિડા દ્વારા ભાજપ સદસ્યતા અભિયાનનો

ટાર્ગેટ પૂરો કરવા માટે ગ્રામ પંચાયતના વીસીઈને સદસ્યો બનાવવા માટેનો ટાર્ગેટ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ગ્રામ પંચાયતના વીસીઈને ધારાસભ્યની ખાનગી ઓફીસમાં મોકલવા સરપંચ અને તલાટીને દબાણ કરાયું હતું.

જ્યાં વીસીઈ સાથે ખાનગી બેઠક કરવામાં આવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યના કાર્યાલય દ્વારા ચાલતા વોટ્સએપ થકી તમામ વીસીઈને સૂચના આપવામાં આવી હતી.

અને ધારાસભ્યનો નંબર દર્શાવી દરેક વીસીઈ ૨૦૦ સભ્યો બનાવે તેમ આદેશ કરાયો હતો.

આ મેસેજ વાયરલ થતાં ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રશેખર ડાભી દ્વારા મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની

કાર્યશૈલી વિરૂદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

 

કોંગ્રેસના કાર્યકરોની ચિંતાઓ અવગણવામાં આવી: એક ચર્ચા

પ્રદેશ કોંગ્રેસ દ્વારા વર્ષોથી ખેડા જિલ્લામાં સમિતિમાં જૂના જોગીઓને એકહથ્થું જવાબદારી

સોંપી રાખી અને અન્ય કાર્યકર્તાઓની અવગણના કરી હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચાઓ છે.

તેમજ સત્તા પક્ષ સામે આક્રમક વલણ ન ધરાવતા તથા મહત્વની ચૂંટણીઓ સમયે

કોંગ્રેસ કાર્યાલયને ખંભાતી તાળા લાગેલા હોવાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કોંગ્રેસ ગુરુવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ત્યારે જિલ્લા પ્રમુખની સાથે મહૂધાના પૂર્વ ધારાસભ્ય સહિતના જૂના જોગીઓ સહિત ગણ્યાગાંઠયા નેતાઓ પહોંચ્યા હતા.

જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો, મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ,

લીગલ સેલ, કિસાન મોરચા, મહિલા મોરચા અને યુવા મોરચાના પ્રમુખો સહિતના હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા.

ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમિતિના મહામંત્રીઓ અને ઉપપ્રમુખ સહિતના કાર્યકર્તાઓ પણ આવ્યા ન હતા.

જેથી કોંગ્રેસના કાર્યકરોને રસ ન હોય તેવી સ્થિતિ સામે આવી હતી.

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.