મોદી સરકારની નવી પહેલ : આઠમા પગાર પંચની રચનાની કરી જાહેરાત, જાણો કયારથી અમલમાં આવશે?

મોદી સરકારની નવી પહેલ

કેન્દ્રીય કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તેની મોદી સરકારે આજે જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે આજે બજેટ પૂર્વે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટની બેઠકમાં લીધેલા નિણર્ય અંગે માહિતી આપતા આ જાહેરાત

કરી હતી.

તેમણે કહ્યું હતું કે આજની કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ આયોગ  એ આગામી વર્ષ 2026 સુધી તેનો અહેવાલ રજૂ કરશે.

કેન્દ્ર સરકારે શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને મંજૂરી શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે.

હાલમાં આ સુવિધામાં 2 લોન્ચ પેડ છે. આ બે લોન્ચ પેડ પરથી અત્યાર સુધીમાં 60થી વધુ લોન્ચ કરવામાં આવ્યા છે.

ત્રીજું લોન્ચ પેડ બનાવીને સેટેલાઇટ અને સ્પેસ ક્રાફ્ટ લોન્ચની સંખ્યા વધારી શકાય છે.

આ સાથે ભારત તેના જરૂરી પ્રક્ષેપણ મિશનને પૂર્ણ કરી શકશે અને વૈશ્વિક માગને પણ પહોંચી શકશે.

કેબિનેટનો આ નિર્ણય ન્યૂ જનરેશન લૉન્ચ વ્હીકલ પ્રોગ્રામને આગળ વધારવામાં મદદ કરશે.

આ લોન્ચ પેડ એ 3985 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

 

મોદી સરકારની નવી પહેલ

કેન્દ્રીય કર્મચારી સંગઠનો ધણા સમય થી આની  માંગ કરી રહ્યા હતા

કેન્દ્રીય  કર્મચારીઓ અને તેમના સંગઠનો લાંબા સમયથી આઠમા પગાર પંચની રચનાની માંગ કરી રહ્યા હતા.

જોકે, સરકારે સ્પષ્ટતા કરી હતી કે તે હાલમાં આવો કોઇ વિચાર નથી કરી રહી.

આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપીને કર્મચારીઓ અને પેન્શનરોને

ખુશખબરી આપવામાંઆવી છે.

આ ઉપરાંત આઠમા પગાર પંચની રચના સાથે અનેક અટકળોનો અંત આવ્યો છે.

મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે પે પેનલ સિસ્ટમનો અંત લાવીને એક નવી પદ્ધતિ અમલમાં મૂકી શકે છે.

 

READ  MORE :

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાત લેશે, રાજય ના વિકાસને આગળ વધારવા માટે આપશે બે લાખ કરોડની ભેટ

 

કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગારપંચ લાવે છે. હાલમાં 7 મું પગાર પંચ ચાલી રહ્યું છે, તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે.

એવું માનવામાં આવે છે કે 8 મું પગાર પંચ વર્ષ 2026 થી લાગુ કરવામાં આવશે.  આના માટે 1.92 ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ

કરીને 8મા પગાર પંચનું પે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે.  તેને આ રીતે સમજો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 સ્તર છે.

લેવલ-1 કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને ગ્રેડ પે 1800 રૂપિયા છે.

8 મા પગાર પંચ હેઠળ તેને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે.

એ જ રીતે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓને લેવલ-18 હેઠળ મહત્તમ 2.5 લાખ રૂપિયાનો બેઝિક પગાર મળે છે.

આ પગાર વધીને  અંદાજે 4.8 લાખ રૂપિયા થઈ શકે છે. એપ્રિલ 2025થી 8મું પગાર પંચ લાગુ થવાની આશા ઓછી છે,

કારણ કે અત્યાર સુધી સરકારે આ અંગે કોઈ મોટો નિર્ણય લીધો નથી.  આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે તે 1 જાન્યુઆરી,

2026થી અમલમાં આવી શકે છે.  જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે.

ત્યારે સરકારી કર્મચારીઓના પગારમાં વિશેષ ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારો કરવામાં આવશે.

ધારો કે વર્તમાન 7મા પગાર પંચ હેઠળ પગાર સુધારણા માટે 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું.

સરકાર 8મા પગાર પંચ હેઠળ 1.92 ના પરિબળ સાથે સમાધાન કરી શકે છે. 

સરકાર ઓછામાં ઓછા 2.86 ના ઉચ્ચ ફિટમેન્ટ પરિબળને પસંદ કરશે.

 

READ  MORE   :

અદાણી સાથેના વિવાદ પછી જાણીતી હિન્ડનબર્ગ રિસર્ચ બંધ, સંસ્થાપકે કર્યો મોટો નિર્ણય

ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી, AI માટે 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરી !

ભેળસેળ સામે સરકારની સખ્ત કાર્યવાહી, હવે રાશનની દુકાનોમાં છૂટક અનાજ નહીં વેચાશે

Share This Article