મોદીજી આવતીકાલે 70 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરશે.

By dolly gohel - author
28 10 10

મોદીજી 

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા

આરોગ્ય વીમાની શરૂ આત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.

નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી

લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે.

આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર

આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648

હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. 

દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં

આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70  કે તેથી વધારે હોય તે આ

સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

 

read more : 

Gold Price Today : સોનું-ચાંદીમાં ધમાકો: હવે તમારા ઘરેણાં વેચીને રોટલી ખાવી પડશે!

મોદીજી 

કેબિનેટ માટે યોજનાઓ અને સંકળાલી

આયુષ્માન ભારત અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય

કવરેજની સાથે સાથે કેન્દ્રીય કેબિનેટે વધુ પાંચ મોટા નિર્ણયો પણ લીધા છે. જેમાં હાઇડ્રોપાવર

પ્રોજેક્ટ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ કરવા માટે બજેટીય સહાયની યોજનામાં સુધારાની મંજૂરી

, સાર્વજનીક પરિવહન સત્તાવાળાઓ વતી ઇ-બસની ખરીદી અને સંચાલન માટે પીએમ-ઈબસ

સર્વિસ-પેમેન્ટ સિક્યોરિટી મિકેનિઝમ (PSM) યોજનાનો સમાવેશ થાય છે માટે, નાણાકીય વર્ષ

2024-25 થી 2028-29 દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, બે વર્ષના સમયગાળામાં

રૂપિયા 10 હજાર 900 કરોડના ખર્ચ સાથે નવીન વાહન પ્રમોશન (પીએમ ઇ-ડ્રાઇવ) યોજનામાં

પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ ક્રાંતિની પરવાનગી – IV (PMGSY-IV) અને બે વર્ષમાં રૂપિયા 2 હજાર

કરોડના ખર્ચ સાથે વધુ હવામાન તૈયાર અને જલવાયું-સ્માર્ટ ભારત બનાવવા માટે મિશન મૌસમ’ને મંજુરી આપવામાં આવી છે.

હવે કેન્દ્ર સરકારની મંજૂરી મળતા 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો,

તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના

લાભો મેળવવા માટે પાત્ર બની જશે. તમને જણાવી દઈએ કે, પાત્રતા ધરાવતા વરિષ્ઠ નાગરિકોને

AB PM-JAY હેઠળ એક નવું યુનિક કાર્ પણડ આપવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય

યોજના હેઠળ પહેલેથી જ આવરી લેવાયેલા પરિવારોમાંથી 70 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ

નાગરિકોને પોતાના માટે વાર્ષિક રૂ. 5 લાખ સુધીનું વધારાનું ટોપ અપ કવર મળશે

(જે તેમણે અન્ય સભ્યો સાથે શેર કરવું પડશે નહીં).

 

મોદીજી 

70 વર્ષથી વધુઉંમરના લોકોને પણ આ યોજનાનો લાભ મળશે

ગઈકાલે મળેલી કેબિનેટની બેઠક બાદ આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashvini Vaishnav) કહ્યું.

કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું.

કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના હેઠળ કવરેજ આપવામાં આવશે

એટલે કે, આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના(AB PMJAY) હેઠળ ન આવતાં પરિવારોમાં હાજર માટે એક નવી શ્રેણી બનાવવામાં આવશે.

જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ એક મોટો નિર્ણય છે.

વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે .

અને તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારોને આવરી લેવામાં આવશે. 6 કરોડ લોકોને ફાયદો થશે.

 

read more : 

Yes Bank Share : યસ બેંકના શેરની કિંમતો ઘટી, Q2 ના પરિણામોની આતુરતા વચ્ચે આવક પર નફો બમણો થયો !

International News : ઈઝરાયલને મળ્યો હિઝબુલ્લાહનો ખજાનો , આ ખજાના થી ઈઝરાયલને કઈ રીતે ફાયદો થશે ?

Aindham Vedham : ઓટીટી પર પૌરાણિક રોમાંચકનો રસપ્રદ પ્લોટલાઇન

 
 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.