મોદીસાહેબનો કુવૈતમાં ધમાલો, બે દિવસ જાફ્ફા અને ફાફડાની મહેફિલ

By dolly gohel - author

વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે આ મુલાકાતથી ભારત અને કુવૈતવચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે.

MEA અનુસાર, આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી કુવૈત ના બે દિવસ (21-22 ડિસેમ્બર) ના પ્રવાસે જશે. અહીં પીએમ મોદીનું

ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. 43 વર્ષ બાદ આ પહેલીવાર હશે કે જ્યારે કોઈ ભારતીય PM કુવૈત

ની મુલાકાતે લેશે. સપ્ટેમ્બરમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી.

આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી કુવૈતના

અમીર, મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના

આમંત્રણ પર 21 અને 22 ડિસેમ્બરે કુવૈતની યાત્રા કરશે. આ 43 વર્ષમાં કોઈ

ભારતીય વડાપ્રધાનની કુવૈતની પહેલી યાત્રા છે અને તેથી, તે ખૂબ મહત્ત્વ ધરાવે છે.”

વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે કહ્યું કે આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના

દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. MEA અનુસાર,

આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને

વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. પીએમ મોદીને આ આમંત્રણ કુવૈતના અમીર

શેખ મશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા આપવામાં આવ્યું છે.

READ MORE :  પાદરામાં ટ્રક ચાલકની ભૂલ, યુવકનું જીવન લઈ ગયું, CCTV ફૂટેજ સામે આવ્યા

કુવૈતના સૌથી મોટી ઊર્જા યાત્રાને નથીને મિસ કરવી

  • શનિવાર, 21 ડિસેમ્બર 2024ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે 09:15 કલાક વડાપ્રધાન મોદી કુવૈત જવા નીકળશે.
  • સ્થાનિક સમય અનુસાર સવારે 11:35 વાગે અમીરી ટર્મિનલ પર પહોંચશે. બપોરે 14:50 થી 15:20 વાગ્યા સુધી વડાપ્રધાન મોદી ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લેશે.
  • બપોરે 15:50 વાગ્યાથી 16:50 વાગ્યા દરમિયાન શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સામુદાયિક કાર્યક્રમમાં સામેલ થશે.
  • સાંજે 18:30 થી 19:30 વાગ્યા દરમિયાન ગલ્ફ કપ (ફૂટબોલ) ઓપનિંગ સેરેમનીમાં સામેલ થશે.

તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના ટોચના નેતૃત્વને મળશે અને ત્યાં

રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે

કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો વિદેશી સમૂહ છે.

નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય વેપાર US$

10.47 બિલિયન સુધી પહોંચ્યો. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ

સપ્લાયર છે, જે ભારતની ઉર્જા જરૂરિયાતોના 3% પૂરા કરે છે. ભારતીય

નિકાસ પ્રથમ વખત US$2 બિલિયનના આંકને વટાવી ગઈ છે, જ્યારે કુવૈત

ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં કરવામાં આવેલ રોકાણ US$10 બિલિયનને વટાવી ગયું છે.

કુવૈતની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, જેમણે 1981માં કુવૈતની મુલાકાત કરી હતી.

READ MORE : 

76 કરોડના ખર્ચે બનેલા પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગની મિલકત વેચવા મ્યુનિ. તંત્રનો નિર્ણય !

Bigg Boss 18 : સલમાન ખાને અવિનાશને ફટકાર્યો, કહ્યું – ‘તમારા નામ અવિનાશ છે, પણ તમે તમારો વિનાશ કરી રહ્યા છો’

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.