વિશ્વપ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિર
મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ ઉત્સવ ૨૦૨૫નું આયોજન થયું છે.
બે દિવસના આ મહોત્સવમાં ભારતના વિવિધ શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થશે.
વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ ૨૦૨૫નું તા.૧૮ અને ૧૯ જાન્યુઆરીના રોજ આયોજન
કરવામાં આવશે.
આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં ભરત નાટયમ ,ઓડીસી , કુચીપૂડી ,મોહિની અટ્ટમ , કથ્થક, કથકલી , મણિપુરી , કથક અને સતરીયા
જેવાં શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ આ મહોત્સવમાં પ્રસ્તુત કરવામાં આવશે.
ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે જ્યારે શિયાળો અંત તરફ
જઇ રહ્યો હોય.
અને દિવસ લાંબો-મોટો થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે
ઉજવવાની પરંપરા રહેલી છે.
વિશ્વપ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિર
READ MORE :
અદાણી સાથેના વિવાદ પછી જાણીતી હિન્ડનબર્ગ રિસર્ચ બંધ, સંસ્થાપકે કર્યો મોટો નિર્ણય
આતંક પર કડક કાર્યવાહી: જમ્મુ-કાશ્મીરમાં NSG કમાન્ડો તહેનાત કરવાનો ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય
ભારતીય શાસ્ત્રીય નૃત્યોની ભવ્ય-ગુરૂ શિષ્ય પરંપરાનો પરિચય લોકોમાં વ્યાપક બને તે હેતુથી આ ઉત્તરાર્ધ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો.
મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેના પરિણામે સૂર્યમંદિરના પરિસરમાં આ ઉત્સવ ઉજવાય છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ- ૧૯૯૨થી રમત ગમત યુવા અને સાંસ્કૃતિકપ્રવૃતિઓ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું
આયોજન કરવામાં આવે છે.
ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિ- દિવસીય કાર્યક્રમમાં દેશભરના જુદા જુદા કલાક્ષેત્રના કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે .
તેમ,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
READ MORE :
લાખો ઉમેદવારો માટે રાહત: ગૌણ સેવા પસંદગી મંડળ ટૂંક સમયમાં કરશે મહત્વની જાહેરાત
GPSC દ્વારા વધુ એક સરકારી ભરતીની જાહેરાત, ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી
મોદી સરકારની નવી પહેલ : આઠમા પગાર પંચની રચનાની કરી જાહેરાત, જાણો કયારથી અમલમાં આવશે?