ઊંઝા એપીએમસી ચૂંટણીની
ઊંઝા એપીએમસીની 15 બેઠકોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બુધવારે ફોર્મ ભરાતા દિવસભર એપીએમસીમાં મેળા જેવો માહોલ રહ્યો હતો.
ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પુર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તેમજ પૂર્વ
સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત વેપારીઓ અને ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા.
ઊંઝા એપીએમસીમાં ખડૂત વિભાગની દસ, વેપારી વિભાગની ચાર, અને ખરીદ વેચાણ મંડળીની એક બેઠક મળીને કુલ 15 બેઠકોની
ચૂંટણીના ઉમેદવારી ફોર્મ લેવા અને ભરવા માટે સવારે 11 :00 થી 5:00 વાગ્યા સુધી વેપારીઓ ખેડૂતો ઉમટી પડતાં દિવસભર રાજકીય માહોલ
જોવા મળ્યો હતો.
ચૂટણીમાં ખેડૂત વિભાગમાંથી એપી એમસીના પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ તેમજ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન
અરવિંદભાઈ પટેલ અને ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.
ઊંઝા એપીએમસી ચૂંટણીની
read more :સિંગર હિમેશ રેશ્મિયાના પિતા વિપિન રેશમિયાનુ નિધન ,સંગીત જગત માટે એક આધાતજનક શોક
માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને છેલ્લા ઘણાં સમયથી ભાજપના જ બે જૂથો દ્વારા
મેન્ડેટ મેળવવા માટે પ્રદેશ કક્ષા સુધી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે
ત્યારે થોડા સમય પહેલાં મંડળીના પ્રતિનિધિઓએ ઉમેદવાર અમારો હોવા જોઈએ
તેવી રજૂઆત મહેસાણા કમલમ્ ખાતે કરવામાં આવી હતી અને જો મતદારયાદી
બહારના ઉમેદવારને મેન્ડેટ આપશે તો પરિણામ કઈક વિપરીત જ આવશે તેવી
ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.જેને લઈને સરકાર પણ દ્વિધામાં મુકાઈ છે. સરકાર
કોને મેન્ડેટ આપશે તે કહેવું મુશ્કેલ છે. સરકાર મેન્ડેટ આપવા બાબતે અનેક સવાલો ઉભા થયા છે.
ઊંઝા એપીએમસીમાં 15 બેઠકોની ચૂંટણી માટે 100 ફોર્મ ભરાયાં છે. ખેડૂત વિભાગની
10 બેઠકો માટે 74 ફોર્મ ભરાયા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ
ભરાયા છે. તેમજ ખરીદ – વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે.
આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
read more :પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આપેલો મુક્તિનો આદેશ અમલમાં કેમ નથી?
બિડેન પરિવાર માટે મહત્વપૂર્ણ ક્ષણ: રાષ્ટ્રપતિ હન્ટર બિડેનને માફ કરે છે