MS University: પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી.
આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી
અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે
વડોદરામાં MS.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી છે.
MS યુનિવર્સિટી પાસે 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતનું પેવેલીયન ગ્રાઉન્ડ છે.
જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી.
આ સાથે બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખોના મેદાનમાં લાઇટ ન હોવાથી
અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે.
જેથી હવે લોન ટેનિસની લાઇટના પ્રકાશમાં વોલીબોલ રમવા ખેલાડીઓ મજબૂર બન્યા છે.
Read More : “BAPSનું વિશાળ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ અમદાવાદમાં, 30 દેશોના એક લાખ કાર્યકરો એકત્રિત થશે”
MS યુનિવર્સિટીમાં 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતના પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટ ન હોવાનો વિવાદ સામે આવ્યો છે.
જેને લઈ ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર હરજીત કૌરનું કહેવું છે કે,
6.30 વાગ્યે વિભાગ બંધ થયા પછી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી.
આ સાથે તેમણે ઉમેર્યું કે, સાંજે અંધારાના સમયે છોકરીઓની સુરક્ષા મહત્વની છે.
મહત્વનું છે કે, આટલા મોટા પેવેલિયન ગ્રાઉન્ડમાં માત્ર બે સિક્યુરીટી સ્ટાફ છે.
સિક્યુરીટી સ્ટાફ વધારવાની માંગણી પણ કરી છે.
કોઇને રમવુ હોય તો સવારે આવી શકે છે સાંજે 6:30 સુધી રમી શકે છે.
Read More : રિક્ષા ચાલકો માટે મીટર લગાવવાનો આદેશ, દંડથી બચવા માટે હવે સમય છે, પોલીસની નવી નીતિ