76 કરોડના ખર્ચે બનેલા અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગરનગર વિસ્તારમાં રુપિયા ૭૬ કરોડનો ખર્ચ કરીને
૮ માળનું મલ્ટિલેવલ પાર્કિંગ મ્યુનિ. તંત્ર દ્વારા બનાવવામાં આવ્યુ છે.
આ મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો વેચવા અગાઉ બે વખત પ્રયાસ કરવામા આવ્યા હતા.
જે નિષ્ફળ જતા સ્ટેન્ડિંગ કમિટીમાં મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતોની હરાજી કરવા વધુ એક વખત દરખાસ્ત મંજુર કરાઈ છે.
આટલી જંગી રકમ ખર્ચ કરવામાં આવ્યા પછી પણ ખરીદનાર મળતા ના હોય તો આવા પ્રોજેકટ કરવાના બંધ કરી દો
એવી ટીપ્પણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરવી પડી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મલ્ટિલેવલ પાર્કિંગના સપનાં સત્તાધારી પક્ષને બતાવ્યા છે.
અગાઉ નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કિંગ ઉપરાંત કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યા
પછી પણ જે તે મલ્ટિલેવલ પાર્કિંગની મિલકતો ખરીદવા કોઈ તૈયાર થયુ નહતુ.
આ પ્રકારના કડવા અનુભવ થયા પછી પણ પ્રહલાદનગર વિસ્તારમાં ૮ માળનુ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવી દેવામાં આવ્યુ છે.
જો કે હવે આ મલ્ટિલેવલની મિલકતો વેચવા માટે મ્યુનિસિપલ તંત્રને નાકે દમ આવી ગયો છે.
મલ્ટિલેવલ પાર્કિંગ વીથ કોમર્શિયલ બનાવવામા આવ્યા પછી મ્યુનિ.ની ભાવ નિર્ધારણ સમિતિ દ્વારા આ જગ્યાનો
ભાવ ૪.૩ લાખ પ્રતિ ચોરસ મીટર નકકી કરવામા આવ્યો હતો.
જે બે વખત જગ્યા નહીં વેચાતા આ જગ્યાનો ભાવ ઘટાડીને રુપિયા ૩.૯૬ લાખ પ્રતિ ચોરસ મીટર ઠરાવવામા આવ્યો છે.
READ MORE :
ગુજરાતમાં ઠંડીનું જોર, અમદાવાદમાં પ્રથમવાર 11.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, કોલ્ડવેવની આગાહી જાહેર !
Morbi : સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલી યુવતીએ લગ્નનો ઇનકાર કરતાં એસિડ પીધું
ગુજરાત સરકાર ટેક્નોલોજીના ઉપયોગમાં આગળ વધી, AI માટે 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના કરી !
અમદાવાદથી વિદેશ ફરવાનો ખર્ચ વધ્યો , મુંબઈ-દિલ્હી થઈને જાઓ તો નફામાં રહેશો !