મસ્ક અને રામાસ્વામી અમેરિકી સરકારમાં જોડાશે, ટ્રમ્પનો લીધેલો મોટો અનિવાર્ય નિર્ણય

By dolly gohel - author
14 11 01

મસ્ક અને રામાસ્વામી અમેરિકી સરકારમાં જોડાશે

અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે.

તેમણે પોતાની સરકારને અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે અત્યારથી જ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે.

આ મામલે ટ્રમ્પે ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE)ની જવાબદારી સોંપી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE) નો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કામગીરીમાં સુધારો કરવાનો, અમલદારશાહીમાં ઘટાડો કરવાનો

અને ફેડરલ એજન્સીઓના માળખામાં ફેરફાર કરવાનો છે.

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ વિભાગ સરકારી સંસાધનોનો દુરુપયોગ રોકવા, બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બિનજરૂરી નિયમોને દૂર કરવા

માટે કામ કરશે.

ટ્રમ્પે આ નિર્ણયને તેમના “સેવ અમેરિકા મૂવમેન્ટ” નો એક મહત્વપૂર્ણ  ભાગ ગણાવ્યો છે .

અને કહ્યું કે આ સંભવિત રીતે અમારા સમયનો “મેનહેટ્ટન પ્રોજેક્ટ” બની શકે છે.

ટેસ્લા અને સ્પેસએક્સના વડા ઈલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને DoGE વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

પોતાની નવીન અને અસરકારક વિચારસરણી માટે જાણીતા ઈલોન મસ્ક આ વિભાગમાં ટેક્નોલોજી અને ટેક્નોલોજી આધારિત સુધારા પર

કામ કરશે, જેથી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય.

સ્વચ્છ વિચારો અને વ્યવસાય કૌશલ્ય માટે જાણીતા, વિવેક રામાસ્વામી સરકારી ખર્ચમાં કાપ મૂકવા .

અને એજન્સીઓનું પુનર્ગઠન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

66
66

મસ્ક અને રામાસ્વામી અમેરિકી સરકારમાં જોડાશે

read more : 

Vivo Y300 : ભારતીય બજારમાં આવી રહ્યું છે , રંગ , વિકલ્પો અને કેમેરા સ્પેસિફીકેશન્સ જાહેર થયા !

શું કામ કરે છે DoGE? – મૂળભૂત બાબતોને સમજવી

ટ્રમ્પે લખ્યું કે, મને જણાવતાં ખુશી થાય છે કે ગ્રેટ મસ્ક અને અમેરિકન દેશભક્ત વિવેક રામાસ્વામી સાથે મળીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેંટ એફિશિયંસીનું નેતૃત્વ કરશે.

સેવ અમેરિકા મૂવમેંટ માટે આ ખૂબ જરૂરી છે. બંને સાથે મળીને મારી સરકારમાં બ્યૂરોક્રેસીને ક્લિન કરવાથી લઈને ખોટા ખર્ચમાં કાપ મૂકશે.

ગેરકાયદે નિયમોને ખતમ કરવા અને એજન્સીઓના રિસ્ટ્રક્ચર પર કામ કરશે.

જે અમાર સમયનો ધ મેનહટ્ટન  પ્રોજેક્ટ બની શકે છે. રિપબ્લિકન નેતાઓ લાંબા સમયથી આ ઉદ્દેશને પૂરા કરવાનું સપનું જોઈ રહ્યા છે.

મસ્કે અમેકિન કેબિનેટમાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું, ડિપાર્ટમેંટ ઓફ ગવર્મેંટ એફિશિયંસી.

આમ લખીને તેમણે સરકારી પૈસાનો બગાડ કરતાં લોકોને સીધો મેસેજ આપ્યો હતો.

જ્યારે વિવેક રામાસ્વામીએ પ્રતિક્રિય આપતાં કહ્યું, મસ્ક આપમે તેને હળવાશથી નહીં લઈએ પરંતુ ગંભીરતાથી કામ કરીશું.

રામાસ્વામીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી દાવેદારી કરી હતી, પરંતુ બાદમાં પરત ખેંચી હતી.

એક દિવસ પહેલાં ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે માઇક વૉલ્ટ્ઝની વરણી કરી હતી.

આ જવાબદારી  સંભાળ્યા બાદ તેમણે વિશ્વના અનેક સંઘર્ષોનો સામનો કરવો પડશે.

જેમાં યુક્રેન-રશિયા યુદ્ધ તથા ઈઝરાયેલ-હમાસ  યુદ્ધ સામેલ છે.

ટ્રમ્પ તેના બીજા કાર્યકાળ સંભાળશે તે બાદ તરત જ આ બંને યુદ્ધનો ઉકેલ લાવવાની કોશિશ કરશે.

 

65
65

 

ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીની સખત સમ્મોહિત મુલાકાત

ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ અનેક વખત આ વાત કહી ચૂક્યા છે. માઇક વોલ્ટ્ઝ ફ્લોરિડાનું પ્રતિનિધિત્વ કરે છે.

વોલ્ટ્ઝે રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણના મજબૂત હિમાયતી તરીકે પોતાની ઓળખ બનાવી છે.

2018 માં પ્રથમ વખત ચૂંટાયા હતા. તેમણે લશ્કરી, આતંકવાદ વિરોધી અને વિદેશમાં U.S. હિતોનું રક્ષણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ટેસ્લા અને સ્પેસ Xના વડા એલોન મસ્ક અને ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીને DoGE વિભાગની
 
જવાબદારી સોંપવામાં આવી છે.
 
પોતાની ઇનોવેટિ અને અસરકારક વિચારસરણી માટે જાણીતા એલોન મસ્ક આ વિભાગમાં ટેક્નોલોજી અને ટેકનિક આધારિત સુધારા પર કામ કરશે.
 
જેથી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી શકાય. વિવેક રામાસ્વામી પોતાના સ્વચ્છ વિચારો અને વ્યવસાય કૌશલ્ય માટે
 
જાણીતા, વિવેક સરકારી ખર્ચમાં કાપ મૂકવા અને એજન્સીઓનું પુનર્ગઠન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 

 

read more : 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.