Nadiad : અરેરામાં કેમિકલ ભરેલા બે ટેન્કરનો અકસ્માત: એકનું મોત, બે ઇજાગ્રસ્ત

2 Min Read

Nadiad :  ખેડા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે.

શનિવારે રાત્રે અરેરા નજીક બે અકસ્માત સર્જાયા હતા.

જેમાં કેમિકલ ભરેલા ટેન્કર પાછળ ટ્રક અથડાતાં ટ્રકના ડ્રાઇવર અને

ક્લીનર ટ્રકની કેબીનમાં ફસાઈ ગયા હતા. જેમાં ટ્રકના ચાલકનું મોત નિપજ્યું હતું.

નડિયાદ તાલુકાના અરેરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર શનિવારે

રાત્રે કનૈયાલાલ વેલાજી ડોડીયા (રહે. ડુંગરપુર રાજસ્થાન) બારડોલી સુગર ફેક્ટરીમાંથી ટેન્કરમાં મોલાસીસ ભરી પાલનપુર જઈ રહ્યા હતા.

ત્યારે રાત્રે અરેરા નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં પંક્ચર પડતા ડ્રાઈવર ધીમી ગતિએ હંકારી પાકગ લેનમાં જતો હતો,

ત્યારે પાછળથી પુર ઝડપે આઇસર ટેન્કર પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરને ઈજા થઈ હતી.

આ બનાવ અંગે કનૈયાલાલ વેલાજી ડોડીયાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

Read More :  Vadodara : મિત્રોની જન્મદિવસની ઉજવણી મોતમાં ફેરવાઇ, વડોદરામાં તળાવમાં ગરકાવ થઇ કાર

કેમિકલ ભરેલા ટેન્કર પાછળ ટ્રક અથડાતા

અરેરા નજીક બીજા અકસ્માતમાં કેમિકલ ભરેલા ટેન્કર પાછળ ટ્રક અથડાતા ટ્રકની કેબીનનો લોચો વળી જતાં

ડ્રાઈવર પુત્ર રોહિતસિંગ કલેવનસિંહ અને ક્લિનર પિતા કલેવનસિંહ બોજાબીસિંગ ફસાયા હતા.

ત્યારે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ વાન અને ફાયર બ્રિગેડની ટીમે કટરથી કેબીનનું પતરું કાપી ફસાયેલા ડ્રાઇવર, ક્લિનરને બહાર કાઢયા હતા.

જેમાં ડ્રાઇવર પુત્રનું મોત નિપજ્યું હતું. કેમિકલ લીકેજ થતા હાઈવે પર અફડાતફડી મચી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

નડિયાદ ફાયર બ્રિગેડે પાણીનો છંટકાવ કરી સ્થિતિને કાબુમા લીધી હતી. 

આ બનાવ સંદર્ભે ચેતન રમેશભાઈ ડાભી (રહે.ઘોડાસર,તાલુકો મહેમદાવાદ)એ પેરામેડિકલ ઓફિસર નડિયાદ

ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિતસિંહ ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Read More : પાદરામાં ટ્રક ચાલકની ભૂલ, યુવકનું જીવન લઈ ગયું, CCTV ફૂટેજ સામે આવ્યા

Share This Article
Exit mobile version