નળસરોવર પર બે દિવસ માટે પ્રવેશ બંધ
રાજ્યમાં આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દર વર્ષે દેશ-પરદેશના પક્ષીઓ આવતા હોય છે.
ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ કાનૂન હેઠળ વિશ્વભરમાંથી આવતા પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવે છે.
જેમાં આગામી 25-26 જાન્યુઆરી, 2025એ નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી કરવાની હોવાથી બે દિવસ માટે નળસરોવર
પર જનતા માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા નળસરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે.
નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી અને મોનિટરિંગની કામગીરી થવાની હોવાથી બે દિવસ માટે પર્યટકોનો પ્રવેશ બંધ રહેશે.
ગણતરી દરમિયાન કોઈપ્રકારની હરકત કે ખલેલ ન થાય તેને લઈને આ પ્રકારનો નિર્ણય કરાયો છે.
આમ કરવાથી પક્ષીઓની ગણતરી કરીને પક્ષી સહિતના પ્રાણીઓની સચોટ આંકડાકીય માહિતી મેળવી શકાય.
અભયારણ્યમાં બે દિવસ માટે પ્રવેશ બંધ કરાયો છે, જેને લઈને પ્રવાસના આયોજકો સહિતના પર્યટકોએ નોંધ લેવા જણાવાયું છે.
નળસરોવર પર બે દિવસ માટે પ્રવેશ બંધ
નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરીની કામગીરી સમયે ખુબજ ધીરજતા અને નિશ્ચિચતા આવશ્યક છે.
જેથી આગામી 25-26 જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી સમયે પર્યટકોની હલચલ કે અન્ય ખામી ઊભી ન થાય તે માટે બે દિવસ નળસરોવર બંધ રહેશે.
જ્યારે આ મામલે સ્થાનિક વન વિભાગે જાહેર જનતાને સહયોગ કરવા અપીલ કરી છે.
25 અને 26 જાન્યુઆરી બાદ પ્રવાસીઓ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ શકશે.
અંદાજે 100 જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયંસેવકો 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે.
ઈકોલોજિકલ ઝોન સહિત કુલ 120.82 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે.
પર્યટકો અને સ્થાનિક લોકો, જેમણે નળસરોવર આસપાસના વિસ્તારની મુલાકાત લીધી છે.
તે વ્યક્તિગત રીતે આ નિર્ણયનું સન્માન કરે અને ગણતરીના કાર્યમાં ખલેલ ન આપે એટલા માટે બંંધ રાખવામા આવ્યુ છે.
આ અભયારણ્યનો ઉદ્દેશ્ય માત્ર પક્ષી સંરક્ષણ નહિ પરંતુ તેમના પ્રકૃતિના વ્યવહાર અને જીવનશૈલીની માહિતી મેળવવી છે.
આ સંસ્થા હજી વધુ વૈશ્વિક સ્તરે વન્યજીવન અને પર્યાવરણની સુરક્ષા માટે વિશિષ્ટ પ્રયાસો કરી રહી છે.
READ MORE :
યુ.એન.માં અમેરિકાનો ચોંકાવનાર નિર્ણય: રશિયાને મજબૂતીથી આપ્યો ટેકો ભારતએ મતદાનમાં ભાગ ન લીધો
અમેરિકામાં મોટી છટણી : ટ્રમ્પ અને મસ્કે એક જ દિવસે 10,000 કર્મચારીઓને નોકરી પરથી હટાવ્યા