નર્મદા જયંતિ પર વિશેષ ઉત્સવ : નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરવા માટે ભક્તોનો ઉત્સાહ

By dolly gohel - author

નર્મદા જયંતિ પર વિશેષ ઉત્સવ 

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા, નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે નર્મદા જયંતીએ

નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી.

આજે માં નર્મદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી નર્મદા જયંતિ  એ સમસ્ત માગરોળ ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. 

નર્મદા કાંઠે હોડીઓને વિશેષ રીતે શણગારવામાં આવી હતી.

જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેઉ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદાને મૈયાને અર્પણ

કરાઈ હતી. આમ નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠયો હતો.

નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદા પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી

સ્નાન ની મોજ પણ લીધી હતી.

નર્મદા જયંતિ પર વિશેષ ઉત્સવ 

આજે નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો

વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો.

વાજતે ગાજતે ગામમા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કળશ કન્યા, મહિલા મંડળની બહેનો સહીત ગ્રામજનો મોટી સંખ્યામા જોડાયા હતા.

જેમાં ખાસ સુરતથી મોટા તાકામાં મંગાવેલી સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચ્યા હતા

10થી 12 જેટલી નાવડીઓની મદદથી આ કિનારેથી બીજા કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી હતી.

નર્મદા જયંતીની અનોખી વિશેષ ઉજવણી કરી હતી.

એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યાપૂજન, સાડી પૂજન બાદ આરતીપૂજન પણ કરાયા બાદ દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામા આવ્યાં હતા.

1500 ફૂટ ની 100 જેટલી સાડીનો તાકો સુરત થી લાવવામાં આવ્યો હતો. જેને મોટા રોલ સ્વરૂપે વીટાળવામા આવ્યો હતો.

સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓ ને વિતરીત કરવામા આવી હતી.

 

READ MORE :

વસતી ગણતરી 2025માં શરુ થશે, ધર્મ વિશે પુછાશે પ્રશ્નો, 2028માં થશે સિમાકંન : સૂત્રો

Gujarat News : ૨૮ ઑક્ટોબરે વડાપ્રધાન મૉદી ગુજરાતની મુલાકાતે, રૂ. ૪,૮૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

Induslnd Bank Share : નબળા Q2 પરિણામોને કારણે શેર એ 19% તૂટ્યા , લક્ષ્ય ભાવમાં ઘટાડો નોધાયો છે.

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.