NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

By dolly gohel - author
NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

NASAએ જાહેર કરી 

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોર 19 અને 20 માર્ચે પરત ફરે તેવી શક્યતા છે.

તેઓ બંને અંદાજે દસેક મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છે.

બંનેએ 5 જૂન 2024ના રોજ પરીક્ષણ માટે સ્ટારલાઇનર સ્પેસયાનથી ઉડાન ભરી હતી. તેઓ આઠ દિવસ પછી પરત ફરવાના હતાં.

સ્ટારલાઇનર અંતરીક્ષયાન જ્યારે આઇએસએસની નજીક પહોંચ્યું ત્યારે તેમાં સમસ્યા પેદા થઈ હતી

યાનને દિશા આપતા પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં હતાં. તેમાં હિલિયમ ખાલી થઈ ગયો હતો.

જેને લીધે બળતણવાળા ઈંધણ પર યાનને નિર્ભર રહેવું પડયુ અને બંને અવકાશયાત્રીઓ ત્યાં જ અટકી ગયાં હતાં.

61 વર્ષીય વિલ્મોર અને 58 વર્ષીય સુનીતાને બૉઈંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યાં હતાં.

આ પ્રકારની એ પ્રથમ ફ્લાઇટ હતી જેમાં લોકો સવાર હતા.

અંતરીક્ષયાન નિયમિતપણે ઉપયોગમાં લેવાતા પહેલા નવા અવકાશયાન કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે આ એક પરીક્ષણ હતું.

NASAએ જાહેર કરી

NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ
NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

સુનીતા વિલિયમ્સ એ કોણ છે ?

સુનીતા લિન વિલિયમ્સ ભારતીય મૂળનાં બીજાં અમેરિકન અવકાશયાત્રી છે.

કલ્પના ચાવલા પછી નાસાએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનની ‘એક્સપેડિશન-14’ની ટીમમાં ભારતીય મૂળનાં સુનીતા લીન વિલિયમ્સનો સમાવેશ

કર્યો હતો.

સુનીતાનો જન્મ 1965માં અમેરિકાના ઓહાયોમાં થયો હતો.

તેમના પિતા ગુજરાતથી આવ્યા હતા અને 1958માં અમેરિકામાં સ્થાયી થયા હતા.

તેના પિતાનું નામ દીપક પંડ્યા અને માતાનું નામ બોની પંડયા છે.

સુનીતાના પતિ માઇકલ વિલિયમ્સ પણ પાઇલટ છે અને હવે પોલીસ ઑફિસર તરીકે કામ કરે છે.

નાસાએ 1998માં સુનીતાને અવકાશયાત્રી તરીકે પસંદ કરી હતી.

સુનીતા એ અમેરિકન નેવલ ઍકેડૅમીની ગ્રૅજ્યુએટ છે તેમજ કુશળ ફાઇટર પાઇલટ પણ છે.

તેમણે 30 અલગ-અલગ પ્રકારના ઍરક્રાફ્ટમાં 2700 કલાકથી વધુ સમયનું ઉડ્ડયન કર્યું છે.

સુનીતા વિલિયમ્સે પ્રથમ નોકરી નૌકાદળનાં એવિએટર તરીકે કરી હતી.

 

READ MORE :

સુરતથી ગોવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ શરૂ કરશે નવી ફ્લાઈટ, જાણો મુસાફરી માટે શું રહેશે ભાડું?

NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ
NASAએ જાહેર કરી સુનીતા વિલિયમ્સની અવકાશમાંથી પૃથ્વી પર પરત આવવાની તારીખ

સુનીતા વિલિયમ્સે ફરી રેકોર્ડ બનાવ્યો હતો

તે નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં છે.

એ સાથે જ તેઓ સૌથી વધુ સમય સુધી અવકાશમાં સતત રહેનાર પ્રથમ મહિલા બની ગયાં છે.

જોકે, સુનીતાનો આ પહેલો રેકૉર્ડ નથી. 2006-07માં તેમની પ્રથમ અવકાશયાત્રામાં 29 કલાક અને 17 મિનિટ તેઓ ચાલ્યાં હતાં.

આ અત્યાર સુધીની સૌથી લાંબી રેકૉર્ડેડ સ્પેસવૉક હતી જે કોઈ મહિલા દ્વારા કરવામાં આવી હતી.

આ રેકૉર્ડ અવકાશયાત્રી કેથરિન થૉર્નટનના નામે હતો. તેમણે 21 કલાકથી વધુ સ્પેસવૉક કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. ત્રણેય પ્રવાસ સહિત તેમણે અત્યાર સુધીમાં નવ વખત સ્પેસવૉક કર્યું છે.

આ સમયગાળા દરમિયાન તેમણે સ્પેસવૉકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવ્યા હતા.

સુનીતા વિલિયમ્સ એક નિવૃત્ત નૅવી હેલિકૉપ્ટર પાઇલટ છે, જ્યારે વિલ્મોર ભૂતપૂર્વ ફાઇટર જેટ પાઇલટ છે.

આ પહેલાં પણ વિલ્મોર બે વખત અવકાશની યાત્રા કરી ચૂક્યા છે.

READ MORE :

ભારતીય વાયુસેનાનું બીજું વિમાન પશ્ચિમ બંગાળમાં ક્રેશ, ઇમરજન્સી લેન્ડિંગ વખતે અકસ્માત

લેબર પાર્ટીનો મોટો નિર્ણય : કેનેડા ને નવા વડાપ્રધાન મળશે , જસ્ટિન ટુડો ના ઉતરાધિકારી તરીકે નવા નેતાની પસંદગી કરશે

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.