PMJAYમાં કાર્ડની અપ્રુવલ માટે નવી એજન્સી નિમણૂક
PMJAY યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
વાસ્તવમાં જે PMJAY કાર્ડને અપ્રુવલ આપતી હતી તે એજન્સી બદલાઈ ગઈ છે.
અગાઉ એન્સર નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જોકે એન્સર એજન્સીએ ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે.
વિગતો મુજબ નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો.
આ સાથે PMJAY યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે.
આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પોલીસ તપાસમાં PMJAY યોજનાનો દુરુપયોગની વિગતો સામે આવી હતી.
આ તરફ PMJAY કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી એન્સર હોવાનું ખૂલ્યા બાદ એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની પણ ધરપકડ કરાઇ હતી.
PMJAY કાર્ડને એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એન્સ એજન્સી બદલાઈ છે.
READ MORE :
કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો માટે મોટા સમાચાર: ડીએમાં ત્રણ ટકાનો વધારો
PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામા આવ્યો .
આરોગ્ય વિભાગ દ્વારા PMJAY હેઠળ સારવાર માં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી.
જેમાં મુશ્કેલી અંગે લેખિત માં 9227723005 પર વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી હતી.
જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયોગ્રાફીની સીડીઓ પ્રિઓથના સમયે અપડલોડ કરવી
અને રાજ્યની તમામ હોસ્પિટલોએ ICP માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
READ MORE :
ટેક્સપેયર્સને રાહત : IT રિટર્ન ફાઇલ કરવાની અંતિમ ડેડલાઇન લંબાવવામાં આવી છે. નવી તારીખ નોંધો
સરકારનો ઐતિહાસિક નિર્ણય: ‘નો ડિટેન્શન પોલિસી’નો અંત, શિક્ષણના ધોરણમાં સુધારો અપેક્ષિત
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે