AMC ભરતીના પરિણામમાં નવું કૌભાંડ : વિદ્યાર્થીઓના માર્કસ જ બદલી નખાયા !

2 Min Read

AMC ભરતીના પરિણામમાં નવું કૌભાંડ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇજનેર ખાતાની સહાયત ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીમાં ત્રણ ઉમેદવારોના માર્કસમાં છેડછાડ થઇ હોવાની જાણ

થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે, એએમસીના હેડ ક્લાર્ક દ્વારા ગોલમાલ કરીને ત્રણ ઉમેદવારોના માર્કસમાં સુધારો કરીને તેઓના નામ મેરીટમાં સમાવેશ કરી

વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યાં છે.

જે અંગે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. હેડ ક્લાર્ક પુલકીત સથવારા વિરુદ્ધમાં ગુનો નોંધાતા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15મી માર્ચ 2024ના દિવેસ ઇજનેર ખાતાની સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની 93 જગ્યા ભરવા માટેની જાહેરાત

બહાર પાડવામાં આવી હતી.

જેની પરીક્ષા 18મી ઓગષ્ટના દિવસે લેવામાં આવી હતી. જે પરિક્ષાનું રીઝલ્ટ બહાર પાડતા ત્રણ ઉમેદવાર તમન્ના પટેલ, મોનલ લીમ્બાચીયા અને જય પટેલના

અનુક્રમે માર્ક્સ 77, 85 અને 85.25 હોવાનું જાણવા પડ્યું હતું.

 

READ  MORE  :

 

પંચમહાભૂતમાં વિલીન થયા ‘ભારતીય અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતામહ’ ડૉ. મનમોહનસિંહ

 

જે અંગે માર્ક્સમાં ગોલમાલ થયું હોવાની જાણ થતાં પરીક્ષા લેનાર સંસ્થા પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગણી કરીને ચકાસણી કરવામાં આવી હતી.

 

જે દસ્તાવેજોના આધારે જાણવા મળ્યું હતું કે, આ તમામ ઉમેદવારોના માર્ક્સ અનુક્રમે 18.50, 18.25 તથા 19.25 છે.

જોકે માર્ક્સમાં ગોલમાલને લઇને તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન એએમસીના હેડ કલાર્ક પુલકીત સથવારાએ ગુજરાત યુનિવર્સીટી સાથે સંકલનમાં રહીને તેમજ એએમસીની ઇન્ટરવ્યુ બ્રાન્ચની વેબસાઇટ તથા કોમ્પ્યુટર સંબંધિત ભરતીલક્ષી કામગીરી કરીને આ ત્રણેય

ઉમેદવારોના નામ મેરીટમાં સમાવેશ થયા ના હોવાનું જાણવા છતાં તેઓના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા હતાં.

આરોપીએ આ ત્રણેય ઉમેદવારોના માર્ક્સમાં સુધારો કરીને ખોટા રીઝલ્ટ જેવા બનાવટી દસ્તાવેજ ઉભા કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની

વેબલાઇટ પર અપલોડ કર્યા હતાં.

જે અંગેની જાણ પોલીસને કરતા કારંજ પોલીસએ તપાસ બાદ ફરીયાદ નોંધીને હાલમાં સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

READ  MORE  :

 

2025 માં ઇસરો 6 નવા મિશન માટે તૈયાર છે, જેમાં અમેરિકી ઉપગ્રહની લૉન્ચ પણ સામેલ છે.

Indian students : ભારતીય વિદ્યાર્થીઓના યુએસ વિઝામાં ગોટાળામાં 200 કેનેડિયન કોલેજો સામેલ, EDએ તપાસ શરૂ કરી

બનાસકાંઠામાં 1.5 કરોડના વીમા માટે દફનાવેલી લાશને કારમાં સળગાવી, ચોંકાવનારો કેસ

 

 

 

Share This Article