નવા વર્ષના પ્રથમ દિવસે
નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને આજે વર્ષના પહેલા જ દિવસે લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ભાર પડ્યો છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારાની જાહેરાત કરવામાં આવી છે.
કંપનીએ 1 જાન્યુઆરીથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે.
જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 79.26 રૂપિયા થઈ ગઈ છે.
અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 1 ડિસેમ્બરે સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો.
જે પછી સીએનજીનો ભાવ 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો.
જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો.
ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
પછી ડિસેમ્બરમાં ભાવ વધારો કર્યો હતો અને હવે ફરીથી નવા વર્ષના પહેલા દિવસથી આજથી એટલે કે 1 જાન્યુઆરીથી સીએનજીના ભાવમાં દોઢ
રૂપિયાનો વધારો કરાતા વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.
છેલ્લા છ મહિનાની અંદર જ સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો વધારો થયો છે.
નવા વર્ષના પ્રથમ દિવસે
READ MORE :
બેંકોના ભ્રષ્ટાચારમાં આઠ ગણો વધારો, RBI એ બેંકોને ચેતવણી આપી, કડક આદેશ જારી કર્યો !
પાકિસ્તાનના શેરબજારનો ઈન્ડેક્સ 100000 ના આંકને સ્પર્શવાની નજીક
CNGના ભાવમાં આ વધારો દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ સીએનજી વાહન યૂઝર્સને અસર કરશે.
એકલા સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ છે.
સીએનજીનો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે.
જેના કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે.
સુરતમાં જ લગભગ દોઢ લાખ સીએનજી વાહનો છે, જેમાં દૈનિક અંદાજે 3 લાખ કિલો સીએનજીનો ઉપયોગ થાય છે.
ત્યારે આજથી લાગૂ થયેલા ભાવ વધારાને કારણે સીએનજી ચાલકો પર રોજના 4.50 લાખ રૂપિયાનો ભાર વધશે.
જો આ રીતે સીએનજીના ભાવમાં વધારો થતો રહેશે તો સીએનજી વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ વાહનો તરફ વળશે, જેના કારણે પ્રદૂષણ પણ વધશે.
READ MORE :
ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ : કન્યાકુમારીનો આ ગ્લાસ બ્રિજ શા માટે જોવાનું આકર્ષણ બન્યુ છે ?
અટલજી મને એક માર્ગદર્શક, મિત્ર અને વડીલ બંને હતા. મને તેમને યાદ કરવામાં ગર્વ થાય છે – PM મોદી