ન્યૂયોર્કમાં નાઈટક્લબમાં
અમેરિકામાં નવા વર્ષની ઉજવણી શોકમાં ફેવાઈ ગઈ છે, અમેરિકાના અલગ અલગ ત્રણ શહેરોમાં હુમલાની ત્રણ ઘટનાઓ બની છે.
ન્યુ ઓર્લિન્સ અને લાસ વેગસ બાદ હવે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં મોટા હુમલાના સમાચાર મળી રહ્યા છે.
ન્યુયોર્કના એક ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી વાગવાના અહેવાલ છે.
જાનહાની વિષે હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સમાં આવેલા અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી.
આ નાઇટક્લબને શહેરના સૌથી જાણીતા નાઇટ સ્પોટમાંથી એક ગણવામાં આવે છે.
ન્યૂ ઓર્લિયન્સમાં એક ટ્રકે નવું વર્ષ ઉજવી રહેલા લોકોને કચડી નાખ્યા હતાં, જેમાં 15 લોકો ઘાયલ થયા.
ન્યૂયોર્કમાં નાઈટક્લબમાં
READ MORE :
કઝાકિસ્તાનમાં મોટી દુર્ઘટના, અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ થતાં 30થી વધુ લોકોના મોત !
Baroda News : કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય માં નવા અતિથિઓનું આગમન, વાઘ અને વાઘણની જોડીએ કર્યો પ્રવેશ
તેના થોડા કલાકો પછી, લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો.
ન્યુ યોર્કની આ ઘટના 24 કલાકમાં દેશમાં બનેલી ત્રીજી ઘટના છે.
ધટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી.
આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે.
હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી.
અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી.
લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો
READ MORE :
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના હોસ્પિટલમાં દાખલ , સ્વાસ્થ્ય અંગે ચિંતા
ગૂગલ દ્વારા શા માટે 48 વર્ષની વયના વ્યક્તિને નોકરી પર રાખવા માટે 22, કરોડનો ખર્ચ કર્યો