નિધિ તિવારી
ભારતીય વિદેશ સેવા અધિકારી નિધિ તિવારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તક્મટાકી મંત્રાલયના એક આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે.
વર્ષ 2014 બેચના આઈએફએસ અધિકારી તિવારી વર્તમાનમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) માં નાયબ સચિવના રૂપમાં કાર્યરત છે.
29 માર્ચે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ PMOમાં કામ કરવાના તેમના અનુભવના આધારે
તિવારીની ખાનગી સચિવ તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.
પીએમઓ ઓફિસમાં અંગત સચિવના પદ પર કામ કરતા અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ 14 મુજબ પગાર મળે છે.
આ લેવલના અધિકારીઓનો પગાર દર મહિને 1,44,200 રૂપિયા છે.
નિધિ તિવારી એ કોણ છે ?
નિધિ તિવારી એ વર્ષ ૨૦૧૩ મા સિવિલ સેવા પરીક્ષામા 96 મો રેન્ક મેળવ્યો હતો.
તે વારાણસી ના મહમૂરગંજની રહેવાસી છે,જે 2014થી પ્રધાનમંત્રીનું લોકસભા ક્ષેત્ર છે.
નિધિ તિવારી 6 જાન્યુઆરી 2023થી પ્રધાનમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવના રૂપમાં કાર્યરત છે.

નોકરીની સાથે સાથે તે પરીક્ષાની પણ તૈયારી કરતી હતી
2013માં સિવિલ સેવા પરીક્ષા પાસ કરતા પહેલા તે વારાણસીમાં મદદનીશ કમિશનર (કોમર્શિયલ ટેક્સ) ના પદ પર કાર્યરત હતી .
અને નોકરીની સાથે-સાથે પરીક્ષાની તૈયારી કરતી હતી.
અત્યાર સુધી, તેણીએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ‘વિદેશ અને સુરક્ષા’ વિભાગમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું છે.
જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રિપોર્ટ કરે છે.
READ MORE :
જમ્મુ-કાશ્મીરમાં ‘વંદે ભારત’ ટ્રેન શરૂ પીએમ મોદીના હસ્તે લીલી ઝંડી બતાવવામા આવશે
પીએમઓમાં ત્રણ વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે
તે 2022માં પીએમઓમાં અપર સચિવના રૂપમાં સામેલ થયી હતી.
આ પહેલા વિદેશ મંત્રાલયમાં પોતાના કાર્યકાળ દરમિયાન, તિવારીએ નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગમાં કામ કર્યું હતું.
નિધિ તિવારીએ પીએમઓમાં ત્રણ વર્ષ કરતા વધુ સમયથી કામ કર્યું છે.
READ MORE :
જસ્ટિસ વર્માની નિમણૂક પર અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોએ વિરોધનો આક્રોશ વ્યક્ત કર્યો
દક્ષિણ કોરિયાના જંગલોમાં ભયાનક આગ, 30 હેલિકોપ્ટર દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
