બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ફરી એક વખત જાહેર મંચ પર PM મોદીના ચરણસ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે.
નીતિશ કુમાર દરભંગામાં મંચ પર પીએમ મોદીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂક્યા તો પીએમ મોદીએ તેમનો
હાથ પકડીને તેમને આમ કરતા રોક્યા અને પછી હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. આ દરમિયાન મંચ
પર ભાજપ અને જેડીયુના સીનિયર નેતા હાજર હતા. હવે આ ઘટનાનો વીડિયો સેશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા પણ નીતિશ કુમાર મંચ પર પીએમ મોદીના ચરણસ્પર્શ કરવા માટે ઝૂકી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમનો દરભંગામાં એક સરકારી કાર્યક્રમ હતો,
જેમાં તેમણે બિહારના લોકોને 12 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ આપી છે. પીએમએ દરભંગા
AIIMS સહિત આરોગ્ય, રસ્તા, રેલ અને ઉર્જા ક્ષેત્રની 25 વિકાસ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, શિલાન્યાસ કર્યોં હતો.
આ દરમિયાન મંચ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, નિત્યાનંદ રાય, બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી
અને વિજય સિન્હા સહિત ઘણા નેતાઓ હાજર હતા.
read more :
પેટાચૂંટણી યોગીના ગઢમાં ભાજપ કઈ વ્યૂહનીતિ અપનાવશે?
આ ત્રીજી વખત છે જ્યારે નીતિશ કુમારે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યા છે. આ પહેલા જ્યારે દિલ્હીમાં
NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે પણ બિહારના સીએમએ પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાનો
પ્રયાસ કર્યો હતો, જો કે મોદીએ તેમને રોકી દીધા હતા. જો કે આને લઈને નીતિશ કુમારને બિહારના
વિપક્ષી નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.આ ઉપરાંત લોકસભા 2024ના ચૂંટણી પ્રચાર
દરમિયાન જ્યારે નીતિશ કુમાર અને પીએમ મોદી એક સાથે મંચ પર બેઠા હતા ત્યારે પીએમ મોદીએ
અભિવાદન માટે સીએમ તરફ હાથ લંબાવ્યો તો નતિશ કુમારે પોતાનો હાથ પીએમના પગ સ્પર્શ કરવા
માટે લંબાવી દીધો હતો. જેનો વીડિયો શેર કરી આરજેડીએ નીતિશ કુમાર પર પ્રહાર કર્યો હતો.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે દરભંગામાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગને સ્પર્શ
કરવાનો પ્રયાસ કરતા બધાને ચોંકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં,
73 વર્ષીય નીતિશ કુમાર, 74 વર્ષીય પીએમ મોદી તરફ હાથ જોડીને ચાલતા જોવા મળે છે અને આ વર્ષે
આવી ત્રીજી ઘટનામાં તેમના પગને સ્પર્શ કરવા માટે ઝૂકી રહ્યા છે.જો કે, પીએમ મોદી ઝડપથી JD(U)
નેતાને તેમના પગ સ્પર્શ કરતા અટકાવે છે અને તેમના હાથ મિલાવતા જોવા મળે છે. આ જ ઇવેન્ટમાંથી
વાયરલ થયેલો અન્ય એક વિડિયો બતાવે છે કે મોદી નીતિશ કુમારને પોતાની તરફ ખેંચી રહ્યા છે
જ્યારે પાર્ટીના કાર્યકરો વડાપ્રધાનને માળા પહેરાવે છે.
નીતિશ કુમારે પીએમની ફિંગર ચેકઅપ પોલિસી લીધી
ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ જ્યારે પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના
નવા પરિસરનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સીએમ નીતિશ કુમાર પણ તેમની સાથે હતા.
જ્યારે પીએમ મોદી નીતિશ કુમાર પાસે બેઠા હતા ત્યારે અચાનકથી નીતિશે તેમનો હાથ પકડી લીધો
અને તેમની આંગળી ચેક કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
જો કે આ પહેલીવાર નથી જ્યારે નીતીશ કુમારે આવું કર્યું હોય. જૂનમાં, નીતિશ કુમારે સંસદના સેન્ટ્રલ હોલમાં હાજર
તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેમણે મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ
વર્ષે એપ્રિલમાં નવાદામાં લોકસભા ચૂંટણીની રેલીમાં થોડા સમય માટે પીએમ મોદીના પગને સ્પર્શ કર્યો હતો.
નીતીશ કુમારની JD(U) લોકસભાની ચૂંટણીમાં બીજેપીના બીજા સૌથી મોટા સાથી તરીકે ઉભરી આવી હતી અને
તેને આ વર્ષે સતત ત્રીજી વખત સરકાર બનાવવામાં મદદ કરી હતી. બીજેપી પોતાના દમ પર બહુમતી મેળવવામાં
નિષ્ફળ રહી અને બહુમતીનો આંકડો પાર કરવા માટે JD(U) અને ચંદ્રબાબુ નાયડુની TDP પર નિર્ભર રહી.
read more :
Vivo Y300 : ભારતીય બજારમાં આવી રહ્યું છે , રંગ , વિકલ્પો અને કેમેરા સ્પેસિફીકેશન્સ જાહેર થયા !
Gujarat Weather News : ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ પડશે? જાણો આજનું હવામાન રિપોર્ટ