દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ લોકોના મનમાં સતત એક સવાલ છે કે
તેમની 10,000 કરોડની સંપત્તિ કોને મળશે. રતન ટાટાએ પોતાની સાથે સંકળાયેલા લોકોને
પ્રોપર્ટીમાં હિસ્સેદાર બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાનો અંગત અને યુવા મિત્ર
શાંતનુ નાયડુને પણ અમુક હિસ્સો આપ્યો છે. રતન ટાટાએ ભાઈ જિમી ટાટા, સાવકી બહેન શિરિન
અને ડાયના જિજીભોય હાઉસ સ્ટાફ ઉપરાંત અંગત લોકોને મિલકતમાં શેરહોલ્ડર બનાવ્યા છે.
રતન ટાટાએ ટાટા ગ્રૂપના શેર ચેરિટેબલ ટ્રસ્ટનો હિસ્સો છોડી દેવાની પરંપરાને પણ ધ્યાનમાં રાખી છે.
હિસ્સો રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ તેમના લાંબા સમયથી સહયોગી શાંતનુ નાયડુને
પણ તેમની વસિયતમાં સામેલ કર્યો છે. ટાટાએ RNT ઓફિસના જનરલ મેનેજર નાયડુના વેન્ચર
ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુના નામે કર્યો છે. તેમણે નાયડુના શિક્ષણ માટેની લોન પણ માફ કરી દીધી છે.
‘ગુડફેલો’ એ 2022માં શરૂ કરાયેલ વરિષ્ઠ નાગરિકો માટે સબસ્ક્રિપ્શન-આધારિત સાથી સેવા છે.
કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએ કરનાર શાંતનુ નાયડુ રતન ટાટાનો સૌથી યુવા મિત્ર છે.
નાયડુ 2017થી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ સાથે ટાટા ગ્રુપ સાથે કામ કરનારા શાંતનુ નાયડૂ પરિવારની પાંચમી પેઢી છે.
read more :
આઈએમએફના રિપોર્ટમાં જણાવ્યું: ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, 7% વૃદ્ધિ દર સાથે !
- રતન ટાટા લગભગ 10 હજાર કરોડની સંપત્તિ મૂકી ગયા છે
- અલીબાબામાં બે હજાર વર્ગફૂટનો બંગલો
- મુંબઈમાં જુહુમાં બે માળનું મકાન
- 350 કરોડની એફડી
- ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 0.83 ટકા હિસ્સો
- આશરે 20થી 30 કાર
- વસિયતમાં ટીટોનું રાખ્યું ધ્યાન
રતન ટાટાએ પોતાના જર્મન શેફર્ડ ડોગ ટીટોની દેખરેખ અને સંભાળ રાખવાની
જવાબદારી પોતાના રસોઈયા રાજન શૉને સોંપી છે. ટીટોની સંભાળ રાખવા
માટે સારી એવી રકમ પણ ફાળવી છે. આ સિવાય પોતાના વફાદાર બટલર સુબ્બૈયા માટે પણ
મિલકત ફાળવી છે. ટાટા ગ્રુપના ચેરમેન 86 વર્ષીય રતન ટાટાનું નિધન 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયુ હતુ.
ચેરિટેબલ ટ્રસ્ટને શેર દાન કરવાની ટાટા ગ્રૂપની પરંપરાને ધ્યાનમાં રાખીને, રતન ટાટાનો હિસ્સો રતન
ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન (RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે. TOIના અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે
કે ટાટા સન્સના વડા એન ચંદ્રશેખરન RTEFના અધ્યક્ષ બની શકે છે.
કોલાબામાં હાલેકાઈ હાઉસ, જ્યાં રતન ટાટા તેમના અંતિમ દિવસો સુધી રહેતા હતા,
તે ટાટા સન્સની 100% પેટાકંપની એવર્ટ ઈન્વેસ્ટમેન્ટ્સની માલિકીનું છે.
તેનું ભવિષ્ય ”એવર્ટ” દ્વારા નક્કી કરવામાં આવશે. રતન ટાટાએ હાલેકાઈ હાઉસ
અને અલીબાગ બંગલા બંનેની ડિઝાઇન તૈયાર કરી હતી, પરંતુ અલીબાગની મિલકત વિશે કંઈ સ્પષ્ટ નથી.
રતન ટાટા
રતન તાતાનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ બ્રિટિશ રાજ દરમિયાન મુંબઈમાં,
એક પારસી જરથોસ્તી પરિવારમાં થયો હતો.તેઓ નવલ તાતાના પુત્ર હતા, જેમનો
જન્મ સુરતમાં થયો હતો અને બાદમાં તેમને તાતા પરિવારમાં દત્તક લેવામાં આવ્યા હતા.
તાતાએ ૮મા ધોરણ સુધી કેમ્પિયન સ્કૂલ, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. જે બાદ તેમણે
મુંબઈની કેથેડ્રલ અને જોન કોનોન સ્કૂલ, શિમલાની બિશપ કોટન સ્કૂલ અને ન્યૂયોર્ક સિટીની
રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે ૧૯૫૫માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતો.
સ્નાતક થયા બાદ, તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાંથી તેમણે ૧૯૫૯માં આર્કિટેક્ચરમાં
સ્નાતકની પદવી મેળવી હતી. કોર્નેલમાં હતા ત્યારે તેઓ આલ્ફા સિગ્મા ફી ફેટરટી ((ΑΣΦ))ના સભ્ય બન્યા હતા.
૨૦૦૮માં, તેમણે કોર્નેલને ૫ કરોડ યુએસ ડોલરની ભેટ આપી હતી, જે યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય દાન ભંડોળ હતું.
read more :
Tata Sons Ipo : ટાટા સન્સનો IPO આવતા વર્ષે આવશે? ટાટા કેમિકલ્સનો શેર અપેક્ષા મુજબ 14% વધ્યો !
આ વર્ષે દિવાળી ‘ગરમ’ કેમ રહેશે? હવામાન વિભાગની આગાહી શું કહે છે?
લગ્ન પહેલા ગર્ભિણી થઈ ઈન્ડિયન આઈડલની જાણીતી ગાયિકા અરુણિતા કાંજીલાલ વાયરલ તસવીરે ધમાલ મચાવી