પ્રથમ પાંચ દિવસ IMD ની આગાહી મુજબ જાણો વરસાદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઇકાલે વડોદરા અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.
આજે સવારે પણ અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ગાઢ વાદળો ઘેરાયા હતા.
ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે 1 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે.
IMD મુજબ 1 ઓક્ટોબરની આગાહી વિશે જાણીએ ?
IMD મુજબ એ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં અમુક સ્થળોએ વરસાદની શક્યતા છે.
જ્યારે ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઘણા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ થઇ શકે છે.
જયારે કચ્છ , મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર આ વિસ્તારો માં વરસાદની શક્યતા નથી.
અંબાલાલ પટેલે એ કહયુ છે કે રાજય મા હજુ વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે.
8 થી 10 ઓકટોબર સુધી ધીમા થી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામા આવી રહી છે.
10 થી 14 ઓકટોબર દરમિયાન વરસાદ એ એક સિસ્ટમ બની શકે છે , આ વરસાદી સિસ્ટમ એ ચક્રવાત નુ સ્વરૂપ ધારણ કરી શકે છે.
સાયકલોન એ ચક્રવાત મા રુપાતર થઈ શકે છે તેવુ આંબાલાલ પટેલે કહયુ છે.
હવામાન ની આગાહી પ્રમાણે વરસાદ એ સાયકલોન ચક્રવાત મા રુપાતર થઈ શકે છે.
આ ચક્રવાત ની સૌથી વધારે અસર એ સૌરાષ્ટૃ મા થઈ શકે છે . પહેલા નોરતે ધીમા વરસાદ ની આગાહી કરવામા આવી છે.
જયારે બીજા નોરતા થી ચોથા નોરતા સુધી વરસાદ ન પડે શકે તેવી સંભાવના છે.
મધ્ય ગુજરાત મા ધીમા વરસાદ ના ઝાપટા ની આગાહી કરવામા આવી છે.
શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્રારા કરવામા આવી રહી છે.
આગાહી પ્રમાણે વાત કરીએ તો શરદ પૂનમ સુધી મધ્યમ થી હળવો વરસાદ પડી શકે છે.
ઓકટોબર મા બંગાળ ની ખાડીમા વાવાઝોડુ બનવાની શકયતા છે જેના કારણે વરસાદ વરસી શકે છે.
અરબી સમુદ્ર મા પણ વાવાઝોડુ આવવાની શકયતા છે.
10 ઓકટોબર થી બેસતા ચિત્રા નક્ષત્ર મા વરસાદ ની આગાહી કરવામા આવી છે,
અને બીજી તરફ રાજય મા દિવાળી સુધી વાદળછાયુ વાતાવરણ રહી શકે છે