પાકિસ્તાનના શેરબજારમાં હાલમાં અકલ્પનીય વિક્રમી તેજી જોવા મળી રહી છે.
પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ (કરાંચી ૧૦૦ ઈન્ડેક્સ) એક લાખની નજીક છે.
પાકિસ્તાનનો ઇન્ડેક્સ આજે ૯૭૯૩૪ની સપાટીએ ખુલી ઇન્ટ્રાડે વધીને ૯૯૬૨૩ પહોંચ્યા બાદ કામકાજના
અંતે ૫૬૬ પોઇન્ટ ઉછળી ૯૭૮૯૫ની સપાટીે મજબૂત હતો
જ્યારે બીએસઈ સેન્સેક્સ કામકાજના અંતે ૭૯૧૧૭ પર બંધ રહ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં કરાચી ૧૦૦ ઇન્ડેક્સ ૬૬% વધ્યો છે. તે S&P ૫૦૦ અને FTSE ૧૦૦
જેવા મોટા વૈશ્વિક સૂચકાંકોને પાછળ રાખી રહ્યું છે.
એટલું જ નહીં, તેણે એક વર્ષમાં ભારતના શેરબજારને પણ પાછળ છોડી દીધું છે.
એક વર્ષમાં સેન્સેક્સમાં ૧૮.૪૮ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં માત્ર ૧૯.૭૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.
૨૦૨૪ના કેલેન્ડર વર્ષમાં પાકિસ્તાનનો ઇન્ડેક્સ અત્યાર સુધીમાં ૫૬ ટકા એટલે કો ૩૫૪૪૪ પોઇન્ટ ઉછળ્યો છે.
સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો
ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૧૮૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો,
પરંતુ એક દિવસ પહેલા જ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
જોકે ભારતીય શેરબજાર લાંબા સમયથી ઘટાડામાંથી પસાર થઈ રહ્યું છે.
છેલ્લા બે મહિનામાં સેન્સેક્સ લગભગ ૧૦ ટકા જેટલો ઘટયો છે.
ઘટાડાનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારોનું પાછું ખેંચવાનું છે.
એક તરફ પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે તો બીજી તરફ આ દેશનું શેરબજાર આસમાને પહોંચે તે આશ્ચર્યજનક બાબત છે.
દર પાંચ વર્ષે તેનું દેવું બમણું થાય છે, વિદેશી હૂંડિયામણનો ભંડાર ઓછો છે અને
ધીમી અથવા શૂન્ય વૃદ્ધિ અને ઊંચા ફુગાવાથી પીડાય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે જંગી ધિરાણ આપ્યું છે.
પાકિસ્તાનની મોંઘવારી તાજેતરના સમયમાં નોંધપાત્ર રીતે નીચે આવી
પાકિસ્તાનની મોંઘવારી તાજેતરના સમયમાં નોંધપાત્ર રીતે નીચે આવી છે. ફુગાવો,
જે મે ૨૦૨૩ માં ૩૮% પર પહોંચ્યો હતો, તે ઓક્ટોબર ૨૦૨૪માં ઘટીને ૭.૨% થયો છે.
કાપડ, ચામડાની વસ્તુઓ અને રસાયણોની નિકાસ વધી રહી છે.
પાકિસ્તાનના માર્કેટમાં તેજીના કારણો પર નજર કરીએ તો નીચું ઇક્વિટી મૂલ્યાંકન,
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ૭ બિલિયન ડોલરના લોન પેકેજને મંજૂરી, ફુગાવામાં ઘટાડો,
સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં ધરખમ ઘટાડો જેવા પરિબળો છે.
પાકિસ્તાની અર્થવ્યવસ્થાને સ્થિર કરવાના આયોજિત સુધારાઓમાં તે ૨૦૨૪ અને ૨૦૨૯ વચ્ચે
રાજકોષીય ખાધ ઘટાડશે અને ૨૪ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાનો પણ સમાવેશ થાય છે.