પાલનપુરમાં પ્રેમના કારણે
પાલનપુર અમદાવાદના આયેશા કાંડની યાદ અપાવતો એક કરુણ બનાવ હવે પાલનપુરમાં સામે આવ્યો છે.
‘પ્રેમમાં પ્રાણની આહૂતિ’ આ દર્દનાક કહેવતને પાલનપુરની રાધાએ સાચી પાડી દેખાડી છે.
રાધાએ પ્રેમ કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી. વીડિયો અને સુસાઈડ નોટમાં લખેલું વાંચીને રડી પડાય તેવું છે.
પાલનપુરના તાજપુરમાં 27 વર્ષીય યુવતી રાધા પ્રેમપ્રસંગને કારણે જીવન ટૂંકાવી લીધું હતું.
આપઘાત કરતાં પહેલા રાધાએ તેના પ્રેમીને નામે બે વીડિયો બનાવ્યાં હતા જેમાં તેણે પોતાની મનની વ્યથા ઠાલવી હતી.
રાધાએ વીડિયોમાં રડી પડાય તેવું લખ્યું છે. તેણે પ્રેમીને ઉદ્દેશીને કહ્યું કે મને (પ્રેમીને) માફ કરી દેજે, તને કહ્યાં વગર પગલું ભરી રહી છું.
તારી આ રાધા ખુશીથી મરે છે એટલે તું ચિંતા ન કરતો.
મને માફ કરજે, હવે મારે આ જિંદગી નથી જીવવી. મેં મારી જિંદગી ખુશી ખુશી જીવી લીધી. બધી રીતે હું કંટાળી ગઈ છું.
તું બિલકુલ દુખી ન થતો, ખુશ થજે, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મારી આત્માને બહુ જ શાંતિ મળશે.
દુ:ખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.
પાલનપુરમાં પ્રેમના કારણે
Read More :
રાધાના મોબાઈલમાંથી બે વીડિયો
રાધા અને તેની બહેન પાલનપુરમાં એકલા રહેતા હતા અને બ્યુટી પાર્લર ચલાવતા હતા.
સોમવારે સવારે રાધા તેના રૂમમાં પંખે લટકતી મળી આવી હતી.
બહેન તેને હોસ્પિટલ લઈ ગઈ હતી પરંતુ તે સમય સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.