પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંસ્કૃતિક સ્નાન, CM યોગી પણ સાથે હાજર હતા

By dolly gohel - author

પવિત્ર મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી.

જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી.

તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.  

પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.

 

વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી.

આ અવસરે પીએમ મોદીએ ભગવાન રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી.

તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. 

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે.

જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર

પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે.

આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.

 

ત્રિવેણી સ્નાન માટે આજનો દિવસ કેમ પસંદ કર્યો

મહાકુંભનું આયોજન દર બાર વર્ષે થાય છે. મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાનો છે.

આજે કુંભ મેળાનો 26 મો દિવસ છે. હાલમાં ગુપ્તા નવરાત્રી ચાલી રહી છે. આ દેવીની પૂજાના દિવસો ગણાય છે

આજે પાંચમી ફેબ્રુઆરી અને મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમીની તિથિ છે. આ દિવસનું ઘણું જ ધાર્મિક મહત્વ છે.

એમ માનવામાં આવે છે કે જે કોઇ વ્યક્તિ અષ્ટમીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને ધ્યાન-પૂજન કરે છે, તેની સર્વ ઇચ્છા પરિપૂર્ણ થાય છે.

પીએમ મોદી સામાન્ય રીતે આવા મહત્વપૂર્ણ દિવસોનું ખાસ ધ્યાન રાખે છે.

તેથી જ તેમણે ત્રિવેણી સ્નાન માટે આજનો અષ્ટમીનો શુભ દિવસ પસંદ કર્યો હતો.

 

પીએમ નરેન્દ્ર મોદીએ મહા મહિનાની અષ્ટમીની ઉજવણી કરી હતી અને માતા ગંગા યમુના અને સરસ્વતીના આશીર્વાદ પણ લીધા હતા.

વડા પ્રધાનનો કાર્યક્રમ જ્યાં થઇ રહ્યો હતો તે વિસ્તારોને એનએસજી કમાન્ડો દ્વારા પોતાના કબજામાં લઇ લેવામાં આવ્યા હતા .

અને મેજિસ્ટ્રેટ તેમ જ મોટી સંખ્યામાં પોલીસ, આરએસી અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

જોકે ભક્તોની ભારે ભીડને કારણે પીએમ મોદી હનુમાન મંદિર અને અક્ષય વટના દર્શન કર્યા વિના સંગમ કિનારેથી પાછા ફર્યા હતા.

 સંગમમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પીએમ મોદી મહાકુંભ હેલીપેડથી પ્રયાગરાજ એરપોર્ટ માટે જવા રવાના થયા હતા.

નરેન્દ્ર મોદી એ  પ્રયાગરાજ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

 

READ MORE :

તમિલનાડુ મા સ્ટાલિન સરકારની હિન્દી વિરુદ્ધ લડત: રૂપિયાના સિમ્બોલમાં બદલાવ લાવવામાં આવ્યો

અરવિંદ કેજરીવાલ : પીએમ મોદી નિવૃત થશે કે પછી તેમના માટે કાયદો બદલાઈ જશે?

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.