કોલ્ડપ્લે કોન્સર્ટ માટે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે.
આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી.
હવે આ કોન્સર્ટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે.
ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો છે.
જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળો બે ચક્રી વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે.
જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત કુલ 15000 વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.
પાર્કિંગ સ્લોટ સરળતાથી બુક કરવા માટે Show My Parking એપ Android અને iOS પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકો છો.
READ MORE :
કોન્સર્ટના બે દિવસ માટે મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવાશે બે ખાસ ટ્રેન
એપ ડાઉનલોડ કરવા માટે https://onelink.to/e624a8 લિંક પર ક્લિક કરો.
આ ઉપરાંત WhatsApp પર +91 95120 15227 નંબર પર “Hi” મોકલો અને લખી સ્ટેપ ફોલો કરી પાર્કિંગ સ્લોટ બુક કરી શકાશે.
કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે બે ખાસ ટ્રેન ચાલશે.
આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26મી જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે.
પરત ફરતી વખતે, આ ટ્રેનો અમદાવાદથી બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બીજી ટ્રેન અમદાવાદથી 27મી જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઊપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે.
આ ટ્રેનો બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે.
આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે.
READ MORE :
“અમદાવાદ મહાનગરપાલિકાને 4.92 કરોડ રૂપિયાની આવક, 3 દિવસમાં 1.58 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાતે”
વડાપ્રધાન મોદી 71,000 યુવાનોને નોકરીની ભેટ આપશે, રોજગાર મેળામાં નીમણૂકપત્રનું વિતરણ !