PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેશે
થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રાના આમંત્રણ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની થાઇલેન્ડ યાત્રા માટે રવાના થઈ ગયા છે.
વડાપ્રધાન મોદી 4 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર 6ઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેશે.
આ વડાપ્રધાન મોદીની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત હશે. આ પછી પીએમ મોદી શ્રીલંકા જવા રવાના થશે.
પહેલા પીએમ મોદી થાઈલેન્ડ મા BIMSTEC સમિટમાં ભાગ લેેેેશે જેમા 7 દેેેેેેશોના રાષ્ટ્રધ્યક્ષો સામેલ થશે.
આ સમિટમાં થાઈલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ ભાગ લેશે.
આ પછી, વડાપ્રધાન મોદી 4 થી 6 એપ્રિલ દરમિયાન શ્રીલંકાની રાજકીય મુલાકાતે જશે.
વડાપ્રધાન મોદી ભારતની નાણાકીય સહાયથી અહીં અમલમાં મુકાયેલા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
PM મોદી BIMSTEC સમિટમાં ભાગ લેશે

ભારત સૌથી પ્રભાવશાળી સભ્ય
આ BIMSTEC સમિટ તેની વ્યૂહાત્મક દિશા નક્કી કરવામાં મદદરૂપ સાબિત થશે.
સાથે જ એ પણ સુનિશ્ચિત કરશે કે તે બંગાળની ખાડી વિસ્તારમાં આર્થિક વિકાસ, સુરક્ષા સહયોગ અને ટકાઉ વિકાસ માટે આ મંચ એક
મહત્ત્વપૂર્ણ તાકાત બની રહે.
ભારત BIMSTEC ના ચાર સ્થાપક સભ્યોમાંનો એક છે, જે સુરક્ષા, ઊર્જા અને આપત્તિ વ્યવસ્થાપનમાં પ્રાદેશિક સહયોગનું નેતૃત્વ કરે છે.
2018 માં નેપાળના કાઠમંડુમાં આયોજિત ચોથા BIMSTEC સમિટ પછી BIMSTEC નેતાઓની આ પહેલી ઑફલાઇન બેઠક હશે.
આ વખતે 6ઠ્ઠી BIMSTEC સમિટની થીમ “BIMSTEC – સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને ખુલ્લું” રાખવામાં આવી છે.
ભૂકંપ પછી પીએમ મોદીએ જનરલ સાથે વાત કરી
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાશક ભૂકંપ પછી એક સંદેશ પોસ્ટ કર્યો હતો.
જેમાં કહ્યું હતું કે, મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી.
વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી.
એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે.
READ MORE :
લંડનથી ભારત આવી રહેલી ફ્લાઇટ તુર્કી ખાતે અટવાઈ, બે ગુજરાતી સહિત 300 ભારતીયો ફસાયા
પીએમ મોદી એ થાઈલેન્ડથી શ્રીલંકા જશે
થાઇલેન્ડની મુલાકાત પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકાના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ 2025
દરમિયાન શ્રીલંકાની રાજકીય મુલાકાત લેશે.
આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન અપનાવવામાં આવેલા “સહિયારા ભવિષ્ય માટે
ભાગીદારીને પ્રોત્સાહન આપવાના” ના સંયુક્ત વિઝનમાં સંમત થયેલા સહકારના ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટે દિસાનાયકા સાથે
ચર્ચા કરશે.
આ ઉપરાંત, વડાપ્રધાન મોદી વરિષ્ઠ મહાનુભાવો અને રાજકીય નેતાઓ સાથે પણ બેઠક કરશે.
READ MORE :
શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની મોટી કાર્યવાહી, 10,000 કર્મચારીઓની છટણીની તૈયારી
કયા દેશની જેલમા સૌથી વધુ ભારતીયો કેદ છે, વિદેશ મંત્રાલય એ 86 દેશોના આંકડા જાહેર કર્યા

