PM મોદીએ
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન મા અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે ધરતી પર પાછા ફરવાના છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એ અવકાશ સ્ટેશન પર લાંબા સમય સુધી રહયા બાદ પરત ફરી રહ્યા છે.
સુનિતા વિલિયમ્સ અને ટીમ પરત ફરવાનુ સાંભળતા જ વિશ્વભરના લોકો ખુશી વ્યકત કરી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સ ના નામે પહેલી માર્ચે ભાવુક પત્ર લખી દેશના 1.4 અબજ લોકોની ભાવના વ્યકત કરી છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમા 286 દિવસ વિતાવ્યા બાદ ધરતી પર પાછા ફરી રહ્યા છે.
સ્પેસ એકસનુ ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે 18 માર્ચ મંગળવારે 10: 35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન થી રવાના થયુ.
PM મોદીએ સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમ સુરક્ષિત રીતે પાછી ફરે તેવી પ્રાર્થના કરી
ભારતના કર્મચારી , જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંઘના ટ્વિટર હેન્ડલ પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે.
વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો.
તમે ભારતની આન, બાન અને શાન છો.
તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.
પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે.
આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે.
વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.
READ MORE :
19 માર્ચ પહેલાં પૃથ્વી પર પરત ફરશે
નવા ક્રૂ નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને ડોન પેટિટને પૃથ્વી પર પરત મોકલશે.
તેઓ 19 માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતાઓ NASAએ રજૂ કરી છે.
તેમના સ્થાને ISSમાં નવા ચાર અંતરિક્ષયાત્રી કામગીરી સંભાળશે.
આ ચાર અંતરિક્ષયાત્રીમાં એની મેકક્લેન, નિકોલ આયર્સ, તાકુયા ઓનિશી, અને કિરીલ પેસકોવ સામેલ છે.
READ MORE :
PM મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે, 2587 કરોડના પ્રોજેક્ટસનુ લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે