PM મોદીની ફ્રાંસ યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનિલ મેક્રૉન સાથે ભોજન લીધું હતું.
વડાપ્રધાન મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એક્શન સમિટમાં સામેલ થયાં હતાં.
જ્યાં તમામ મોટા-મોટા દેશના નેતા પણ હાજર હતાં
અહીં વડાપ્રધાન મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ અને સ્કેલ AI ના ફાઉન્ડર એલેક્ઝેંડર વાંગ સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન AI ઈન્ડસ્ટ્રી પર ચર્ચા પણ કરવામાં આવી હતી.
ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કહ્યું છે .
કે, પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુશી થઈ.
PM મોદીની ફ્રાંસ યાત્રા દ્રારા AI ના ભવિષ્ય પર અને એવી તક વિશે ચર્ચા કરી જે ભારત માટે ફાયદાકારક હશે.
અમે મળીને ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ છીએ.
એલેક્ઝેંડર વાંગ એ કોણ છે ?
એલેક્ઝેંડર વાંગ 1997માં અમેરિકાના લૉસ અલામોસમાં પેદા થયા હતાં. તે
ઓએ મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી (MIT)માં થોડો સમય અભ્યાસ કર્યો હતો.
પરંતુ, 2016માં સ્કેલ AIની સ્થાપના માટે અભ્યાસ મૂકી દીધો.
તે 2021માં ફક્ત 24 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી નાની ઉંમરમાં સેલ્ફ-મેડ અબજપતિ બની ગયા હતાં.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ પેરિસમાં ઈન્ડિયા-ફ્રાન્સ ફોરમને સંબોધિત કરી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે, આ મંચ આર્થિક સંબંધોને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
આ ફોરમ એ ભારત-ફ્રાન્સના બેસ્ટ બિઝનેસ માઇન્ડ્સનું ઠેકાણું છે. આ ફોરમ દ્વારા બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂતી મળશે.
READ MORE :
AI એ લોકોનું જીવન બદલવામાં મદદ કરી શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે AI એક્શન સમિટ દરમિયાન જણાવ્યું હતું .
કે, શાસનનો અર્થ એ પણ છે કે બધા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં સુલભતા સુનિશ્ચિત કરવી.
આ તે જગ્યા છે જ્યાં ક્ષમતાઓનો સૌથી વધુ અભાવ છે, પછી તે શક્તિ, પ્રતિભા અથવા નાણાકીય સંસાધનોનો ડેટા હોય.
તેમણે કહ્યું કે, AI આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી શકે છે.
આ એક એવી દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની યાત્રા સરળ અને ઝડપી બનશે.
આ કરવા માટે, આપણે સંસાધનો અને પ્રતિભાઓને એકસાથે લાવવી જોઈએ.
આપણે ઓપન-સોર્સ સિસ્ટમ્સ વિકસાવવાની જરૂર છે જે વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો કરે છે.
આપણે પૂર્વગ્રહથી મુક્ત ગુણવત્તાવાળા ડેટા સેટ બનાવવાની જરૂર છે.
READ MORE :
ટ્રમ્પની મોટી જાહેરાત : અમેરિકા એ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાગુ કરશે
કૃષિ ક્ષેત્રનો વિકાસ : ગુજરાતમાં કૃષિ પ્રોજેક્ટ્સ માટે 3,900 કરોડની સહાય આપવામા આવશે


