PM મોદીનો ફ્રાંસ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી પેલેસમાં ડિનર માટે પહોંચ્યા.
ડિનરમાં ટેક્નોલોજી ક્ષેત્રના ઘણા સીઈઓ અને સમિટમાં આમંત્રિત અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી.
ઇમેન્યુઅલ મેક્રોન સાથેની મુલાકાત પર પીએમ મોદીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.
પેરિસમાં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને આનંદ થયો.
અને મેક્રોનના ડિનરમાં ઉપસ્થિત લોકોમાં યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ પણ સામેલ છે.
પીએમ મોદીએ પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી હતી.
PM મોદી આજે AI એક્શન સમિટ’ની સહ અધ્યક્ષતા કરશે
મંગળવારે વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ‘AI એક્શન સમિટ’ની સહ અધ્યક્ષતા કરશે.
ફ્રાંસ જતા પહેલા પોતાના નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા માટે આતુર છું.
જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક્નોલોજી સીઈઓનું સંમેલન છે.
જ્યાં અમે વ્યાપક જન કલ્યાણ માટે નવીનતા અને AI ટેક્નોલોજી તરફના સહયોગી અભિગમ પર વિચારો શેર કરીશું.
PM મોદીનો બુધવારનો પ્લાન શુ છે?
બુધવારે, બંને નેતાઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાનો જીવ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મઝારગ્યુઝ વોર મેમોરિયલની મુલાકાત લેશે.
તેઓ માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી અને મેક્રોન ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER)ના ઉચ્ચ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્થળ કેડારાચેની મુલાકાત લેશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મોદીની આ છઠ્ઠી વખત ફ્રાંસ ની મુલાકાતે છે.
READ MORE :
PM મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ, ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા
ફ્રાંસ બાદ પીએમ મોદી અમેરિકા જશે
ફ્રાંસમાં બાદ પીએમ મોદી તેમના પ્રવાસના બીજા તબક્કાની શરૂઆત કરશે.
પીએમ મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે.
આ મુલાકાત ટેક્નોલોજી, સંરક્ષણ અને આર્થિક વિકાસમાં સહકારના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતની વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરશે તેવી અપેક્ષા છે.
READ MORE :
ટ્રમ્પની મોટી જાહેરાત : અમેરિકા એ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાગુ કરશે
CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું
