વિશ્વ મહિલા દિન પર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે મહિલા દિવસની ઉજવણી અલગ રીતે કરવા જઈ રહ્યા છે.
આ ખાસ દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી કે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક પસંદગીની મહિલાઓને એક
દિવસ માટે તેમના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળવાની તક મળશે.
સાથે જ તેમણે એવો અનુરોધ પણ કર્યો કે મહિલાઓ આવી ઘણી પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વિશે વધુ શેર કરશે.
પીએમ મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું.
હું નમો એપ ઓપન ફોરમ પર ખૂબ જ પ્રેરણાદાયી જીવન યાત્રાઓ શેર થતી જોઈ રહ્યો છું.
જેમાંથી કેટલીક મહિલાઓને 8 માર્ચે મહિલા દિવસ પર મારા ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેન્ડલ કરવા માટે પસંદ કરવામાં આવશે.
વિશ્વ મહિલા દિન પર હું મહિલાઓને આવી વધુ જીવન યાત્રાઓ શેર કરવાનો અનુરોધ કરું છું.
મહિલાઓનો સોંપી સોશિયલ મીડિયા સંભાળ
આ મહિલાઓને મળશે તક
વડાપ્રધાને આગળ જણાવ્યું કે, એવી મહિલાઓ કે, જેમણે જુદા-જુદા ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ હાંસલ કરી છે.
આઠમી માર્ચે તેઓ પોતાના કાર્યો અને અનુભવો દેશવાસીઓ સમક્ષ રજૂ કરશે. પ્લેટફોર્મ ભલે મારૂ હશે.
પરંતુ ત્યાં અનુભવ, પડકારો અને ઉપલબ્ધિઓ આ મહિલાઓની હશે.
જો તમે પણ અવસરનો લાભ મેળવવા માંગતા હોવ તો નમો એપ પર બનાવેલા એક વિશેષ ફોર્મના માધ્યમથી જોડાઈ શકો છો.
NamoApp થી પહેલમાં ભાગ લો
જો તમે પણ ઈચ્છતા હોવ કે, આ અવસર તમને મળે, તો NamoApp ડાઉનલોડ કરી એક વિશેષ ફોર્મના માધ્યમથી આ પહેલમાં ભાગ લઈ શકો છો.
મારા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની મદદથી વિશ્વ સમક્ષ પોતાની વાત રજૂ કરી શકો છો.
તો આવો, મહિલા દિવસ પર આપણે સાથે મળીને આ અદ્ભૂત નારી-શક્તિની ઉજવણી કરીએ, સન્માન કરીએ, નમન કરીએ.
READ MORE :
ખેડૂતોને PM મોદીની રાહત : ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા, 20,000 કરોડની સહાય
વર્ષ 2020 માં પણ પીએમ મોદીએ આ રીતે જ ઉજવણી કરી હતી
આ પહેલી વાર નથી જ્યારે પીએમ મોદી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સોંપવાના છે.
અગાઉ વર્ષ 2020 માં 8 માર્ચે મહિલા દિવસ નિમિત્તે, વિવિધ ક્ષેત્રની 7 અગ્રણી મહિલાઓને એક દિવસ માટે તેમના સોશિયલ મીડિયા
એકાઉન્ટ સોંપવામાં આવ્યા હતા.
પીએમ મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓમાંના એક છે.
જેમના ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરોડો ફોલોઅર્સ છે.
ફક્ત X એકાઉન્ટ પર જ પીએમ મોદીના 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
READ MORE :
સરકારનો મોટો નિર્ણય : 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી સમસ્યાનું કાયમી સમાધાન
માર્ચની શરૂઆતમાં લાગ્યો ઝટકો, LPG સિલિન્ડરના નવા દર જાહેર જાણો નવા દર કેટલે પહોંચ્યા ?