PoK અંગે UNમાં ભારતનો મોટો પત્ર
ભારતે કશ્મીર ના મામલામા ફરી એકવાર પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.
યુએન મા શાંતિ જાળવવા મુદા પર ચર્ચા થતી હતી ત્યારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ કશ્મીર નો મુદો ઉઠાવ્યો છે.
આ પછી ભારતે પાકિસ્તાન ને અરીસો દેખાડયો અને તેને ખરાબ ઠપકો પણ આપ્યો હતો.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પીએ પાકિસ્તાનને કહ્યું કે પાકિસ્તાન આપણા જમ્મુ-કાશ્મીર પર વારંવાર પાયાવિહોણા અને
બિનજરૂરી નિવેદનો આપે છે.
આવા નિવેદનો ન તો તેમના દાવાઓને સમર્થન આપે છે કે ન તો તેમની આતંકવાદ ફેલાવવાની નીતિ.
ભારતીય રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.
તેમણે તે વિસ્તાર આજ નહીં તો કાલે ખાલી કરવો પડશે.
PoK અંગે UNમાં ભારતનો મોટો પત્ર

પાકિસ્તાન ને ખાલી તો કરવુ જ પડશે
ભારતે પાકિસ્તાનને સલાહ આપતાં કહ્યું કે પાકિસ્તાને સમજવું પડશે કે તે જ્યાં બેઠો છે તે વિસ્તાર ખાલી કરવો પડશે.
તેમણે પોતાની નાની વિચારસરણી અને દેશને વિભાજીત કરતી નીતિઓ છોડીને શાંતિ તરફ આગળ વધવું જોઈએ.
જો પાકિસ્તાન શાંતિ ઈચ્છતું હોય તો તેમણે પહેલા આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.
READ MORE :
ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયેલના એર સ્ટ્રાઈકનો હુમલો , હમાસના નેતા સહિત ઘણા શ્રેષ્ઠ નેતાઓના મોત
યુએન જેવા મંચનો દુરુપયોગ ના કરે.
ભારતીય રાજદૂતે વધુમાં કહ્યું કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે.
પરંતુ તેમની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદને ખતમ કરે અને શાંતિનું વાતાવરણ બનાવે.
જેથી બંને દેશો ફરી વાતચીતના પાટા પર આવી શકે.
આ સિવાય ભારતે પાકિસ્તાનને સલાહ આપી કે તે યૂએન જેવા મંચોનો ઉપયોગ નાની-મોટી રાજનીતિ કરવા માટે ના કરે.
અહીં અમે શાંતિથી વાત કરીએ છીએ, ન કે જૂના વિવાદોને જન્મ આપવા માંગીએ છીએ.
READ MORE :
28 એપ્રિલે યોજાશે કેનેડાની સામાન્ય ચૂંટણી, નવા વડાપ્રધાન માર્ક કોર્નીએ કરી જાહેરાત
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!
ઉત્તર મેસીડોનિયાના નાઇટ ક્લબમાં ભયંકર આગ, 51 નાં મોત અને 100થી વધુ ઈજાગ્રસ્ત
