પ્રજાસત્તાક દિવસ 2025
આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે.
ત્યારે હવે ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે.
પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં
વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 એ વીરતા મેડલ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને
સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે. લિસ્ટમા ગુજરાતના 11 જવાનોનો નામ પણ સામેલ છે.
જેમાં ગુજરાતના બે મોટા અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનિત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસ 2025
નક્સલવાદ અને આતંકવાદ પર હુમલો કરનારા જવાનોને સન્માન
વીરતા પુરસ્કાર વિજેતાઓમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત 28 જવાનો, જમ્મુ કાશ્મીરમાં તહેનાત 28, પૂર્વોત્તરમાં 3 અને
અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવશે.
101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર
અનેક સૈનિકોને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે.
તે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખાય છે.
આ એવોર્ડ મેળવનારાઓની યાદીમાં 101 PAC, 85 પોલીસ સેવા, 05 ફાયર સર્વિસ, 07 સિવિલ ડિફેન્સ-હોમ ગાર્ડ અને 04 સુધારા સેવા કર્મચારીઓના નામ સામેલ છે.
પોલીસ સેવાને કુલ 634, ફાયર સર્વિસને 37, સિવિલ ડિફેન્સ-હોમગાર્ડને 39 અને કરેક્શનલ સર્વિસને 36 એવોર્ડ આપવામાં આવશે.
શા માટે આપવામાં આવે છે શૌર્ય ચંદ્રક?
શૌર્ય ચંદ્રક ને અનુક્રમે જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અથવા ગુનેગારોની ધરપકડ કરવામાં, સંબંધિત
અધિકારીની જવાબદારીઓ અને ફરજોને ધ્યાનમાં રાખીને થતા જોખમનો અંદાજ લગાવવામાં આવતા, રેર કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ
ગેલેન્ટ્રી અને કોન્સ્પિક્યુસ એક્ટ ઓફ ગેલેન્ટ્રીના આધારે એનાયત કરવામાં આવે છે.
95 શૌર્ય પુરસ્કારોમાંથી મોટાભાગના, ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોના 28 કર્મચારીઓ, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 કર્મચારીઓ,
ઉત્તર-પૂર્વના 03 કર્મચારીઓ અને અન્ય પ્રદેશોના 36 કર્મચારીઓને તેમની બહાદુરીભરી કામગીરી માટે એનાયત કરવામાં આવી રહ્યા છે.
મેડલ સાથે આ લાભ પણ મળશે
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM) મેળવનારા સૈનિકોને દર મહિને 6,000 રૂપિયા આપવામાં આવે છે.
વીરતા ચંદ્રક (GM) મેળવનારા સૈનિકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે.
આ વખતે રાષ્ટ્રપતિ દ્વારા 942 સૈનિકોનું સન્માન કરવામાં આવશે.
આમાંથી 95 સૈનિકોને શૌર્ય પુરસ્કાર, 101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 સૈનિકોને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક
એનાયત કરવામાં આવશે.
બહાદુરી પુરસ્કાર મેળવનારા 95 સૈનિકોમાં 78 પોલીસકર્મી અને 17 ફાયર વિભાગના કર્મચારીઓ છે.
101 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે.
આમાં 85 પોલીસ સેવા, 05 ફાયર સેવા, 07 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ અને 04 કરેક્શનલ સર્વિસ કર્મચારીઓના નામ શામેલ છે.
READ MORE :
અમરેલીમાં કરુણાંતિકા : સિંહણે બાળકને જડબામાં પકડીને કર્યો શિકાર, ત્રણ કલાક પછી મળ્યા ફક્ત અવશેષો
ટાટા ગ્રુપના શેરમાં 7%નો ઉછાળો : મોર્ગન સ્ટેન્લીએ ઓવરવેઈટ કોલ જાળવી રાખ્યો અને રેકોર્ડ હાઈ
ગુજરાત હાઈકોર્ટે 3800 પોલીસ અધિકારીઓ માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરી